ETV Bharat / state

Surat GIDC Zone : HCના આદેશની અવગણના કરવા બદલ સુરત GIDC ઝોનલ ઓફિસરને દંડ - સુરત GIDC ઝોન ઓફિસર

સુરત GIDC ઝોનલને (Surat GIDC Zone) હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સમયસર જવાબ રજૂ ન કરવા (HC Fined Surat GIDC Zone) બાબતે આ દંડ ફટકાર્યો છે.

Surat GIDC Zone : HCના આદેશની અવગણના કરવા બદલ સુરત GIDC ઝોનલ ઓફિસરને ફટકાર્યો દંડ

author img

By

Published : Mar 17, 2022, 9:50 AM IST

Updated : Mar 17, 2022, 10:53 AM IST

અમદાવાદ : ચોર્યાસી તાલુકામાં સ્થિત ઈચ્છા પુર ગામમાં વર્ષ 1987માં GIDCએ (Surat GIDC Zone) ઔદ્યોગિક વિકાસ માટે લોકો પાસેથી જમીન લીધી હતી. આ માટે લોકોને વળતર ચુકવાયુ ન હતુ. આ જમીન લીધાના 10 વર્ષ સુધી GIDCએ ત્યાં વિકાસની કોઈ કામગીરી હાથ ધરી ન હતી. જેથી, આ જમીન કેટલાક લોકોને સત્તાવાર રીતે તો કેટલાક લોકોને મૌખિક રીતે પરત આપેલી છે.

આ પણ વાંચો : Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો

"બે સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો આદેશ" - વર્ષ 2019માં GIDC ફરીથી ઈચ્છા પુર ગામની આહીર વાસની આ જમીન લેવા આવેલી હતી. જેની સામે, સ્થાનિક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરેલી પણ કરેલી હતી. જેમાં, હાઈકોર્ટની ખંડપીઠે GIDCને આદેશ કર્યો કે યથાવત સ્થિતિ જાળવી રાખો (GIDC's Reply to High Court) અને કોઈ મકાન તોડવા નહીં. આ ઉપરાંત દંડની રકમ મુખ્યમંત્રી કોવિડ રિલીફ ફંડમાં જમા કરાવવામાં આવે. તેમજ, હાઈકોર્ટે GIDCને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે.

મકાનો-તબેલા તોડી પાડેલા - આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત (HC Fined Surat GIDC Zone) હતી કે, આ જમીન સંદર્ભે ભૂતકાળમાં હાઈકોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હોવા છતાં. વર્ષ 2020માં GIDCએ પોલીસ રક્ષણ સાથે આવીને આ વિસ્તારમાં રહેલા 100 જેટલા મકાનો અને તબેલા તોડી પાડેલા છે.

આ પણ વાંચો : Ahmedabad Blast Case Judgment: બ્લાસ્ટ કેસમાં સજાના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે બચાવ પક્ષ

"મકાનોને તોડી પાડવાનું કારણ?" - GIDCના આ વલણ સામે સ્થાનિકોએ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરેલી હતી. જેમાં હાઈકોર્ટે GIDC ને નોટિસ પણ પાઠવી હતી. જો કે, છેલ્લા બે વર્ષથી GIDC (Surat GIDC Zone Officer) આ કેસમાં કોઈ જવાબ રજૂ કર્યો નથી. હાઈકોર્ટે GIDCને સવાલ કરેલો કે આ જમીન સંદર્ભે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કરેલો છે. તો પછી ક્યા કારણોસર GIDCએ આ વિસ્તારના મકાનોને તોડી પાડ્યા છે?

દંડ ફટકારવાનું કારણ - હાઇકોર્ટે કન્ટેમ્પ્ટની અરજીમાં GIDCને નોટિસ પાઠવી હોવા છતાં બે વર્ષ સુધી જવાબ શા માટે રજૂ કર્યો નથી. ગુજરાત હાઈકોર્ટે સુરત GIDC ઝોનલ ઓફિસરને 10,000નો દંડ ફટકાર્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશની અવગણના કરવા અને સમયસર જવાબ રજૂ ન (HC Fined Surat GIDC Zone) કરવા બાબતે આ દંડ ફટકાર્યો છે.

Last Updated : Mar 17, 2022, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.