સુપ્રીમ કોર્ટે વર્ચ્યૂલ કરન્સી એટલે કે, અદ્રશ્ય કરન્સીના ટ્રેડને મંજૂરી આપી દીધી છે. હવે RBI ક્રિપ્ટો કરન્સી લાવવા માટે વિચાર વિમર્શ કરશે. બિટકોઈનમાં ટ્રેડને કાયદેસર કરવાના છે, કે પછી RBI બિટકોઈન જેવી નવી કરન્સી ઈન્ટ્રોડ્યુસ કરે છે, તેના પર હવે RBI સર્વે કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 6 એપ્રિલ, 2018ના રોડ વર્ચ્યૂલ કરન્સી પર પ્રતિબંધ મુક્યો હતો, અને હાલ વિશ્વમાં કેટલાય પ્રકારની વર્ચ્યૂલ કરન્સી છે, જેમાં બિટકોઈન ખુબ જ લોકપ્રિય છે, અને બિટકોઈનનો ભાવ પણ ખુબ જ ઊંચો છે.

વર્ચ્યૂલ કરન્સી બિટકોઈનના ભાવ
(તારીખ 06-03-2020ના રોજના ભાવ)
- એક બિટકોઈન- 6,73,146 રૂપિયા
- એક બિટકોઈન- 9130 ડૉલર
- એક બિટકોઈન- 13,755 ઓસ્ટ્રિલિયન ડૉલર
- એક બિટકોઈન- 63,281 ચાઈનીઝ યુઆન
- એક બિટકોઈન- 70,923 હોંગકોંગ ડૉલર
- એક બિટકોઈન- 9,65,114 જાપાનીઝ યેન
ક્રિપ્ટોકરન્સી શું છે, તેના પર એક નજર કરીએ તો…
- ક્રિપ્ટોકરન્સી ઈ ચલણ છે
- તે નોટોની જેમ હોતી નથી, માત્ર કોમ્પ્યુટર પર જોવા મળે છે
- તેની શરૂઆત 2009માં થઈ હતી
- તેનો ઉપયોગ અને ચુકવણી માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ થાય છે
- બિટકોઈન વિશ્વની સૌથી પહેલી ક્રિપ્ટો કરન્સી છે
- બિટકોઈનને જમા કરવા પર તને માઈનિંગ કહેવાય છે
- ક્રિપ્ટો કરન્સીને દુનિયાના કોઈપણ ખૂણામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે
- કોઈપણ કરન્સીમાં તે કન્વર્ટ કરી શકાય છે, જેમ કે ડૉલર, યુરો અને રૂપિયો વિગેરે…
બિટકોઈન કોને કહેવાય તેના પર એક નજર કરીએ…
- બિટકોઈન એક ડીસેન્ટ્રલાઈઝ્ડ પેપરલેસ ક્રિપ્ટો કરન્સી છે
- બિટકોઈનની શરૂઆત 2009માં શરૂઆત થઈ હતી
- બિટકોઈન માઈનિંગ રિંગ્સ કહેવાતી હોવાથી કોમ્પ્યુટર પ્રોડ્યુસ કરે છે
સુપ્રીમ કોર્ટે RBIનો પરિપત્ર રદ્દ કર્યો છે, હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બિટકોઈન કે બિટકોઈન જેવી નવી કરન્સી લવવા માટે એક સ્ટડી હાથ ધરશે. અત્યાર સુધી બિટકોઈનનું ટ્રેડિંગ ભારતમાં ગેરકાયદે હતું, હવે તેને કાયદેસર કરવા માટે RBI તૈયારી શરૂ કરશે. હવે સવાલ એ છે કે, ક્રિપ્ટો કરન્સી ભારતમાં કેટલી સફળ થશે. ભરત પંચાલનો રીપોર્ટ, ઈ ટીવી ભારત, અમદાવાદ