ETV Bharat / state

વ્યાજંકવાદનું વિષચક્રઃ દેવાના ડુંગરમાં રાજ્યમાંથી 500 લોકોએ જીવ ખોયો - Suicide due to Debt in Gujarat

દેવામાં સતત વધારો અને વ્યાજ ચુકવીને કમર તૂટી જતી હોવાથી કેટલાય (gujarat Suicide case) લોકોએ આત્મહત્યા કર્યાના કિસ્સા સામે આવ્યા છે. જેને પગલે સરકારે આગામી 100 દિવસમાં ગેરકાયેદસર રીતે વ્યાજ વસુલતાં વ્યાજખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દેવાના કારણે આત્મહત્યાનો આંકડો હચમચાવી દે તેવો સામે આવ્યો છે. (Suicide due to Debt)

વ્યાજ સહિત દેવાના બોજ હેઠળ પાંચ વર્ષમાં આત્મહત્યાના બનાવમાં 90 ટકાનો વધારો

author img

By

Published : Jan 9, 2023, 9:38 PM IST

Updated : Jan 10, 2023, 10:48 AM IST

અમદાવાદ : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દેવાના (Suicide case in Gujarat) બોજને લીધે 512 લોકોએ આત્મહત્યા કરી છે. આમ દેવા અને વ્યાજના બોજા હેઠળ પાંચ વર્ષમાં આત્મહત્યા કરનારામાં 90 ટકાનો વધારો થયો છે. આથી ગુજરાત સરકાર સફાળી જાગી છે અને વ્યાજખોરો સાથે આક્રમક પગલા ભરવા નિર્ણય લીધો છે. (suicide news)

2017થી આત્મહત્યાના બનાવની સંખ્યા ગુજરાતમાં દેવું અને વ્યાજના બોજાને કારણે 2017માં 74 પુરુષો અને 8 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. 2018માં 65 પુરુષો અને 2 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. 2019ના વર્ષમાં વ્યાજ સહિત દેવું ચૂકવવામાં નિષ્ફળ જનાર 78 પુરુષો અને 3 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. (total number of suicide cases in Gujarat)

2020થી આત્મહત્યા કરનારાની સંખ્યા બમણી થઈ 2020માં આત્મહત્યા કરનારાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. 2020માં 117 પુરુષો અને 7 મહિલાઓએ દેવાના બોજા હેઠળ આત્મહત્યા કરી હોવાના આંકડા પ્રાપ્ત થયા છે. 2021માં 147 પુરુષો અને 11 મહિલાઓએ આત્મહત્યા કરી છે. 2017થી આત્મહત્યા કરવાના આંકમાં સતત વધારો થયો છે. 2022ના વર્ષના વીતેલા વર્ષમાં અને છેલ્લા ત્રણ મહિનામાં અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આથી ગુજરાત સરકારે તુરંત જ નિર્ણય લીધો છે અને ગેરકાયદે વ્યાજ વસુલતા લોકો સામે સરકાર કડક બની છે. (Suicide due to Debt in Gujarat)

વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા નિર્ધાર કર્યો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home minister Harsh Sanghvi)રવિવારે જ જણાવ્યું હતું કે, રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે રાજયવ્યાપી લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં રાજ્ય પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદેસર વ્યાજ વસુલતા કસૂરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. (gujarat Suicide case)

આ પણ વાંચો વ્યાજખોરો ચેતજો, કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: કાંતિ અમૃતિયા

આ મોડલ ગુજરાતમાં લાગુ થશે હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવશે એને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો (Money Debt issue) વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. (Suicide case in Ahmedabad)

આ પણ વાંચો હર્ષ સંઘવીની વ્યાજખોરોને લલકાર, 100 દિવસમાં શોધી શોધીને થશે ફરિયાદો

નાગરિકે પોલીસ મથકે જવું નહી પડે તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના તમામ સીનીયર અધિકારીઓ જેવા કે PI, DYSP, DSP અને મહાનગર હોય તો કમિશનર સુધીના અધિકારીઓ પોતે અલગ અલગ વિસ્તારમાં જાય અને સામાન્ય નાગરિકે પોલીસ મથકે જઈને ફરિયાદ ના આપવી પડે તે માટે ગુજરાત પોલીસ મુહિમ શરુ કરશે. સિનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે.(Crime news in Gujarat)

Last Updated : Jan 10, 2023, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.