- 16 જાન્યુઆરી સમગ્ર દેશભરમાં વેક્સિનની શરૂઆત
- સૌપ્રથમ ફ્રન્ટલાઈન વૉરિયરને અપાશે વેક્સિન
- વેક્સિનેશન સંપૂર્ણ સુરક્ષિત રહે તે માટે તૈયાર કરાયું સ્ટોરેજ
અમદાવાદ : શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા આરોગ્ય ભવન ખાતે વેક્સિનેશન સ્ટોરેજ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં આગળ વેક્સિનનો જથ્થો રાખવામાં આવશે. ત્યાર બાદ ત્યાંની 300 જેટલી જગ્યાઓ પર બેસીને ટ્રાન્સફર પણ કરવામાં આવશે. મહત્વનું છે કે, વેક્સિનની શરૂઆત આગામી 16મી જાન્યુઆરીથી થઈ રહી છે. ત્યારે વેક્સિનેશન પૂરતા સ્ટોરેજ પૂરતા તાપમાનમાં રહે તે માટેની સમગ્ર વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
બે ડિગ્રી તાપમાનમાં રખાશે વેક્સિન
મહત્વનું છે કે વેક્સિન સ્ટોરેજ માટે અમુક તાપમાન ફરજિયાત હોય છે. જેના કારણે વેક્સિનની ક્ષમતા સારી રહે તે જ કારણથી અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મધ્ય વિસ્તારમાં વેક્સિન સેન્ટરો શરૂ કરવામાં આવી છે. જ્યાં આગળ અન્ય સેન્ટર પહોંચાડવા માટેની વેક્સિનનો જથ્થો રાખવામાં આવશે અને ત્યાંથી જ અલગ અલગ સ્થળ પર વેક્સિનેશન સ્થળે મોકલવામાં આવશે. ભારત સહિત સમગ્ર વિશ્વ જ્યારે વેક્સિનેશનની રાહ જોઈ રહ્યું છે. ત્યારે આગામી 16 જાન્યુઆરીથી તમામ લોકોની આતુરતાનો અંત આવશે અને દેશમાં બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યા અને 16 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વૉરિયરને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે.