ગુજરાત સરકાર સંચાલિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી ઍન્ડ રિસર્ચ સેન્ટરના માનદ નિયામક અને નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. આર.કે. પટેલ જણાવે છે કે, કોરોના એ તોફાની બાળક જેવો છે, તેને કાબૂમાં લેવા માટે અત્યંત સાવચેતીપૂર્વક વર્તવું પડશે. કોરોનાથી કે તેની સારવાર કરાવવાથી ડરવાની જરૂર નથી. તેઓ કોરોના સંક્રમણને અટકાવવા માટે સાત પગલાંની સરળ થિયરી આપે છે.
સામાન્ય નાગરિકોમાં કોરોના અંગે હજી પણ પ્રવર્તી રહેલી અસમંજસ અને ગૂંચવણ અંગે ડૉ. પટેલ જણાવે છે કે, ‘આજની સોશિયલ મીડિયાની દુનિયામાં આપણી પાસે કોરોનાને લગતી અઢળક માહિતી આવતી હોય છે, જેમાંથી સાચું શું અને ખોટું શું? એ બાબતે આપણે હંમેશાં ગૂંચવણમાં હોઈએ છીએ.’ ત્યારે કોરોના અંગે માહિતી આપતા તેઓ કહે છે કે, ‘COVID-19 હવે બે મહિનાથી વધુ જૂનો થયો છે. તાવ, શરદી, સૂકી ઉધરસ, શરીરમાં થાક કે સામાન્ય દુખાવો, માથું દુખવું, સ્વાદ અને સુગંધનો અનુભવ ન 0થવો, શ્વાસ લેવામાં તકલીફ કે ઝાડા-ઉલટી જેવાં સામાન્ય લક્ષણો ઉપરાંત અનેક કિસ્સામાં કોઈ લક્ષણ ન દેખાય એવું પણ બને છે.’
COVID-19ને ફેલાતો અટકાવવા ‘MEN’થી દૂર રહો અને ‘WOMEN’ને અનુસરોઃ ડૉ. આર.કે. પટેલ
ગુજરાત સરકાર સંચાલિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી ઍન્ડ રિસર્ચ સેન્ટરના માનદ નિયામક અને નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. આર.કે. પટેલ જણાવે છે કે, કોરોના એ તોફાની બાળક જેવો છે, તેને કાબૂમાં લેવા માટે ટિપ્સ આપતા તેઓ MEN અને WOMEN એવા ટૂંકાક્ષરોનો ઉપયોગ કરીને જણાવે છે કે MENથી દૂર રહો એટલે કે, મોંઢા – Mouth, આંખો- Eyes અને નાક – Noseને વારંવાર સ્પર્શવાનું ટાળો અને WOMENને અનુસરો એટલે કે, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું, નિયમિત એક્સરસાઇઝ અને નકારાત્મકતાનો ત્યાગ કરવા જણાવે છે.