સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે થયેલી જાહેરહિતની અરજી મુદે નિવેદન આપતા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ખેડૂતોએ પ્રોજેક્ટ માટે જમીન ફાળવી છે. તેમના માટે અન્ય બે મોનિટરી યોજના થી આર્થિક સહાય કરવામાં આવશે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારના ગામોને ગોકુળગામ બનાવવાની દલીલ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેના નર્મદા જીલ્લાના કેવડિયા તાલુકાના નવા ગામ, વાગડિયા, ગોરા, અને કોઠી સહિતના 6 ગામમાં જમીન સંપાદન બાબતે રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવેલી રકમથી નાખુશ ખેડૂતોએ રિટ દાખલ કરતા કોર્ટે નોટીસ કાઢી ખુલાસો માંગ્યો હતો. જ્યારે વિવાદાસ્પદ જમીન પર વચ્ચાગાળાનો સ્ટે આપી કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા કામગીરી ન કરવાનો હુકમ આપ્યો છે.
કોર્ટે સ્ટે આપતા સમયે 6 ગામમાંથી અન્ય લોકોને સ્થળાંતર ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.પર્યાવરણ કાર્યકરતા મહેશ પંડયા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા દાખલ પીટીશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર જમીન સંપાદનના નિયમોનું યોગ્ય પાલન કર્યા વગર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે આદિવાસીઓની જગ્યા છીનવી રહી છે.
રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સરદાર સરોવર ડેમ માટે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. પરંતુ અરજદારનું કહેવું છે કે, સરકારે જમીનનો ઉપયોગ ન કરતા આદિવાસીઓ પાસે તેનો કબ્જો છે.સંપાદનને 58 વર્ષ થઈ ગયો હોવાથી સરકારનો કોઈ અધિકાર રહેતો નથી.