ETV Bharat / state

અમદાવાદમાં છારાનગરમાં દેશી દારૂની ફેકટરી ઝડપાઈ, PI અને PSI સસ્પેન્ડ

અમદાવાદના સરદારનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે(state monitoring cell) દેશી દારૂ બનાવવાની ફેકટરી(liquor manufacturing factory) ઝડપી પાડી હતી. સરદારનગર છારાનગરમાં લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની ફેકટરી ધમધમી રહી હતી. આ ફેકટરીમાં મહિનામાં 1 લાખ લિટર દેશી દારૂ બનાવીને અમદાવાદના જુદા જુદા બુટલેગરોને સપ્લાય(Supply to bootleggers) કરવામાં આવતો હતો. આ ફેક્ટરી સરદારનગર પોલીસની રહેમનજર ચાલતી હોવાનું સામે આવતા PI અને PSI સસ્પેન્ડ કર્યા છે.

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી

author img

By

Published : Nov 25, 2022, 3:24 PM IST

અમદાવાદ: અમદાવાદના સરદારનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે(state monitoring cell) દેશી દારૂ બનાવવાની ફેકટરી(liquor manufacturing factory) ઝડપી પાડી હતી. સરદારનગર છારાનગરમાં લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની ફેકટરી ધમધમી રહી હતી. આ ફેકટરીમાં મહિનામાં 1 લાખ લિટર દેશી દારૂ બનાવીને અમદાવાદના જુદા જુદા બુટલેગરોને સપ્લાય(Supply to bootleggers) કરવામાં આવતો હતો. આ ફેક્ટરી સરદારનગર પોલીસની રહેમનજર ચાલતી હોવાનું સામે આવતા PI અને PSI સસ્પેન્ડ કર્યા છે.

દેશી દારૂની ફેકટરી ઝડપાઈ: છેલ્લા 15 દિવસમાં એસએમસીએ અમદાવાદમાંથી દેશી-વિદેશી દારૂની 5 રેડ કરી હતી. જેની ગંભીરતાથી નોંધ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પીઆઈને દેશી- વિદેશી દારૂના ધંધા બંધ કરાવી દેવા કડક સૂચના આપી હતી. જેના ભાગ રૂપે પોલીસે શહેર ભરમાં રેડ પાડીને દેશી - વિદેશી દારૂના ધંધા બંધ કરાવ્યા છે. અમદાવાદના છારાનગરમાં ધમધમતી દેશી દારૂની ફેકટરી ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. ફેકટરીમાંથી દારૂ બનાવવા માટે વપરાતા 30 પીપડા, 35 ગેસ સિલિન્ડર,10,250 લિટર દારૂ ગાળવાનો વોશ તેમજ 203 લિટર દેશી દારૂ મળીને રૂ.95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આ ફેક્ટરીમાં મહિનામાં એક લાખ લિટર દારૂ તૈયાર થતો હતો અને તેને શહેરના જુદા જુદા બુટલેગરોને મોટા પાયે સપ્લાય કરવામાં આવતો હતો.

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી
અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી

PI અને PSI સસ્પેન્ડ: સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં એ વાત બહાર આવી હતી કે આ ફેક્ટરી સરદારનગર પોલીસની રહેમનજર હેઠળ ચાલે છે. જેની જાણ થતાં રાજ્યના DGP એક્શન મોડમાં આવ્યા હતા. તપાસમાં એવું સામે આવ્યું હતું કે સરદારનગર પીઆઈ વી.આર.ચૌધરી અને કુબેરનગર ચોકીના પીએસઆઈ આર.પી.દરજીની બુટલેગર નવનીત સાથે સાઠગાંઠ હતી. આ અંગે પીઆઈ ચૌધરી અને પીએસઆઈ દરજી સામે પગલા લેવા ચૂંટણી અધિકારીને ફાઇલ મોકલવામાં આવી હતી. મંજૂરી મળતા DGPએ બન્ને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.