ન્યૂઝ ડેસ્કઃ આપણા હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ રેહલું છે. આદ્યશક્તિની આરાધના માટે ચૈત્રી નવરાત્રી ખાસ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન સાધકો મા શક્તિની ઉપાસના કરે છે.
પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વ કોરોનાના મહાસંકટથી ઘેરાયેલું છે. જેના પગલે મોદીએ પણ આગામી દિવસોમાં દેશમાં લોકડાઉનનું ફરમાન કર્યું છે. જેને કારણે દેશના તમામ મંદિરો પણ બંધ રહેશે. આ કારણોસર ભક્તોએ માતાજીની સંપૂર્ણ આરાધના ઘરે બેસીને જ કરવી પડશે. કારણ કે, મંદિરોમાં ભક્તો માટે મંદિરમાં પ્રવેશવા અંગે તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચૈત્ર નવરાત્રી વર્ષમાં આવનારી સૌથી પહેલી નવરાત્રી છે. આ નવરાત્રીથી જ હિન્દુના નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. આ સાથે રામાયણ અનુસાર માનવામાં આવે છે કે, ભગવાન રામે ચૈત્ર મહિનામાં દેવી દુર્ગાની પૂજા કરી હતી .
ચૈત્રી નવરાત્રી હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ લોકપ્રિય છે.