ન્યૂઝ ડેસ્ક : અષાઢ સુદ તેરસથી કુંવારિકાઓ માટે મહત્વના ગણવામાં આવતા એવા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. શાસ્રોમાં આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ હોવાથી આ વ્રતનો વિશેષ મહિમા છે. નાની બાળાઓ જ્વારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે. જયારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે.
પ્રાચીન દાયકાઓથી ચાલી આવતી માન્યતા પ્રમાણે ભગવાન શિવને પામવા પાર્વતીજીએ 5 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા હતા. ત્યારથી જયા-પાર્વતી વ્રતનું મહત્વ ચાલી આવ્યું છે. આજથી શરૂ થયેલા આ વ્રતને લઈ કુંવારીકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. જ્યાં ભક્તિભાવપૂર્વકની પૂજા અર્ચના કરી સાચા જીવનસાથીની અર્ચના કરે છે. આ સાથે જ કુંવારીકાઓ ભગવાન શિવની આરાધના કરી રમત-ગમતની મજા માણે છે.