ETV Bharat / state

એસટી નિગમે દિવાળીમાં કુલ 46.94 કરોડની આવક મેળવી

તહેવારોના સમયમાં લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા એસ.ટી (S.T.)સેવાનો લાભ લેતા હોય છે.એસટી નિગમ દ્વારા રેગ્યુલર 6,700 જેટલી બસ ઉપરાંત દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન પણ કરવામાં આવે છે.એસટી નિગમ દ્વારા દિવાળી(divali)માં પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને 1200 જેટલી એક્સ્ટ્રા એસટી બસો ચલાવવામાં આવી અને એસ.ટી.નિગમને દિવાળીના સાત દિવસમાં 46.94 કરોડની આવક રળી છે.

author img

By

Published : Nov 8, 2021, 6:01 PM IST

Updated : Nov 9, 2021, 6:42 AM IST

એસટી નિગમે દિવાળીમાં કુલ 46.94 કરોડની આવક મેળવી
એસટી નિગમે દિવાળીમાં કુલ 46.94 કરોડની આવક મેળવી
  • એસ.ટી.નિગમને દિવાળીના સાત દિવસમાં 46.94 કરોડની આવક
  • સાત દિવસમાં કુલ 1,67,376 ટ્રીપ
  • 92,19,269 પેસેન્જરોએ એસટી બસનો પ્રવાસ કર્યો

અમદાવાદઃ તહેવારોના સમયે લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા તથા આસપાસના રાજ્યોમાં જવા એસ.ટી( S.T)સેવાનો લાભ લેતા હોય છે.આવા સમયે એસ.ટી.નિગમ (ST Corporation)ઉપર ભારણ વધારે હોય છે. એસટી નિગમ દ્વારા રેગ્યુલર 6,700 જેટલી બસ ઉપરાંત દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન પણ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન એસટીને આવકમાં પણ વધારો થતો હોય છે.

દરેક કિલોમીટરે 24.39 રૂપિયાની આવક

આ દિવાળીમાં 01 નવેમ્બરથી 07 નવેમ્બર સુધીમાં એસટી નિગમની બસો દ્વારા કુલ 1,92,47,714 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે. જેમાં એસટીએ 1,67,376 ટ્રીપ મારી છે. કુલ 92,19, 269 પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા છે. જેમાં એસ.ટી નિગમને ફુલ 46.94 કરોડની આવક થઈ છે.

એક્સ્ટ્રા સંચાલન

એસટી નિગમ દ્વારા દિવાળીમાં પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને 1200 જેટલી એક્સ્ટ્રા એસટી બસો ચલાવવામાં આવી હતી. જેમના દ્વારા 10,220 ટ્રીપ થકી 04,97,321 પ્રવાસીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા છે. જેમાં નિગમને કુલ 6.77 કરોડની આવક થઈ છે.

કેવડિયા તરફ મુસાફરોનો ધસારો

એસટી નિગમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્સ્ટ્રા સંચાલનમાં 60 જેટલા વાહનો ફાળવવામાં આવ્યા હતા. જેમાં 1515 ટ્રીપમાં 66,691 પ્રવાસીઓને લાભ આપી નિગમને 13.34 લાખની આવક થઈ હતી. જ્યાં હજી આગામી અઠવાડિયું 30 જેટલા એક્સ્ટ્રા સંચાલન ચાલુ રહેશે. ડિજિટલ ઇન્ડિયાની સાથે કન્ફર્મ ટિકિટ મેળવવા ઓનલાઇન ટિકિટ બુકિંગ વધ્યું છે. તહેવારની સિઝનમાં ખાસ કરીને 06 અને 07 નવેમ્બરે કુલ 1.8 લાખ જેટલી ઓનલાઇન ટિકિટ બુકિંગ થયું છે. જેમાંથી એસટી નિગમને 3.40 કરોડ જેટલી આવક થયેલ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ રેલવેએ ટિકિટ વગરના 26,962 મુસાફરો પાસેથી દંડ વસુલ્યો, કરી આટલી કમાણી

આ પણ વાંચોઃ દેશમાં સૌપ્રથમ વખત નરેશ-મહેશને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ, બેલડીએ દુનિયા પણ સાથે છોડી...

Last Updated : Nov 9, 2021, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.