વિરમગામઃ માંડલ તાલુકાના સીતાપુરના વતની કનુભાઈ શ્રીવાસ્તવ જેઓએ હાલ વિરમગામને પોતાની કર્મભૂમિ બનાવી છે, તેઓ સામાજિક કાર્યકર છે અને એસ.ટી સલાહકાર સમિતિના સભ્ય પણ છે. પાટણ જવા માટે એસ.ટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિરમગામ અને આજુબાજુના લોકોને પાટણ જવું હોય તો મુશ્કેલી પડતી હતી. તેમને પાટણ જવું હોય તો ખાનગી સાધન લઈ જવું પડતું હતું. આ વાતની જાણ કનુભાઈ શ્રીવાસ્તવને થતાં તેમને એસ.ટી સલાહકારની મિટિંગમાં ધારદાર રજૂઆત કરી કે, વિરમગામથી પાટણની બસ સુવિધા આપવામાં આવે તેવી તેમની રજૂઆત આખરે રંગ લાવી છે. એસ.ટી વિભાગ દ્વારા કનુભાઈ શ્રીવાસ્તવની રજૂઆતો ધ્યાનમાં લઇ વિરમગામથી પાટણની નવી બસ સેવા ચાલુ કરવામાં આવી છે.
વિરમગામથી પાટણ એસ.ટી બસ સેવા ચાલુ કરવામાં આવતાં આ રૂટના ગામડાંના પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ બસ ચાલુ કરવામાં કનુભાઈ શ્રીવાસ્તવે જે જહેમત ઉઠાવી હતી તેને લઇને લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
એસટી સલાહકાર સમિતિના સભ્યની રજૂઆત ફળી, વિરમગામથી પાટણ ST બસ સેવા ચાલુ કરાઈ
રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર માટે મોટાભાગના પ્રવાસીઓ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની એસટી બસનો લાભ લે છે. ત્યારે ઘણી જગ્યાએ શહેરો સાથેની કનેક્ટિવિટી મેળવવામાં સમસ્યાઓ આવતી હોય છે. વિરમગામ સ્થિત એસટી સલાહકાર સમિતિના સભ્યની વિરમગામથી પાટણની બસ સેવા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને યોગ્ય પ્રતિસાદ મળતાં વિરમગામથી પાટણની બસ શરૂ કરવામાં આવતાં વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.