ETV Bharat / state

Ahmedabad News: પૂર, ભુકંપ અને વાવાઝોડા સહિત VVIP બંદોબસ્તમાં કોમ્યુનિકેશન માટે ખાસ વાહન તૈયાર

ગુજરાત પોલીસને મળતી સવલતોમાં વધારો થયો છે, ગુજરાત પોલીસ દ્વારા વીવીઆઈપી સુરક્ષા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ વસાવવામાં આવ્યું છે. જે વાહન થકી પોલીસને વીવીઆઈપી બંદોબસ્તમાં અલગ અલગ સુવિધા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમયે કોમ્યુનિકેશનનો સૌથી સરળ વિકલ્પ મળી રહે છે.

પૂર, ભુકંપ અને વાવાઝોડા સહિત VVIP બંદોબસ્તમાં પોલીસના કોમ્યુનિકેશન માટે ખાસ વાહન તૈયાર, જાણો વિશેષતા...

author img

By

Published : May 9, 2023, 4:03 PM IST

અમદાવાદ: ગુજરાત સરકાર સતત પોલીસને મળતી સવલતોમાં વધારો કરી રહી છે. કારણ કે પોલીસની સવલત વધારવામાં લોકોને જ ફાયદો મળવાનો છે. ગુજરાત પોલીસ દ્વારા VVIP બંદોબસ્ત માટે એક્સેસ કંટ્રોલ, એન્ટી સેબોટેકિંગ, બેગેજ સ્ક્રીનિંગ વગેરે માટે વિવિધ ટેકનોલોજી આધારિત સામગ્રીઓ વસાવવામાં આવી છે. તે જ રીતે ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં બચાવ અને રાહતની કામગીરી માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ ઊભી કરવામાં આવી છે. જેઓને જુદી જુદી પરિસ્થિતિમાં કામ કરવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ,બોટ્સ અને અન્ય સાધન સામગ્રી પણ આપવામાં આવી છે. ત્યારે હવે પોલીસને મળતી સવલતોમાં વધારો કરવામાં આવ્યો છે.

સિસ્ટમ માટેના સાધનો: વીવીઆઈપી સુરક્ષા અને ઈમરજન્સી સ્થિતિ માટે શહેર પોલીસ તેમજ જિલ્લા પોલીસના સંદેશા વ્યવહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોડનાઈઝેશન ઓફ પોલીસ MPF સ્કીમ હેઠળ અત્યાધુનિક મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ વસાવવામાં આવ્યું છે. બેંગ્લોરની M/s મિસ્ટર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ માં HF, VHF, સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ સાથેની ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ માટેના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ વાહન સંદેશા વ્યવહાર ઉપલબ્ધ ન હોય તેવા અંતરિયાળ વિસ્તારોમાં રિમોટ લોકેશન એટલે કે કોમ્યુનિકેશન નેટવર્ક સ્થાપિત કરી શકે છે.

વીડિયો કોન્ફરન્સ: પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ વાહનને વીઆઈપી સુરક્ષા મેળાઓ તહેવારો અને પબ્લિક સુરક્ષા વખતે જુદી જુદી ટુકડીઓ વચ્ચે સંદેશાઓની આપ લે માટે આ વાહન ઉપયોગી પુરવાર થશે. આ વાહનમાં LED સ્ક્રીન, Ruggedised સેટેલાઈટ ફોન, facsimile, પ્રિન્ટર સ્કેનર, માસ્ક માઉન્ટેડ સીસીટીવી કેમેરા વિડીયો મેનેજમેન્ટ સિસ્ટમ પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગેરે સાથેનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે અને તેની મદદથી સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરી શકાશે.

આ પણ વાંચો

Ahmedabad news: અમદાવાદ શહેરના ટ્રાફિક પાર્કિંગની સ્થિતિ મુદ્દે સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું

Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું

Ahmedabad Crime : વટવામાં જાહેરમાં યુવકની હત્યાનો પ્રયાસ, હુમલાની ઘટનાના સીસીટીવી મળ્યાં

વાહન તૈનાત કરવામાં આવશે: વધુમાં વહનમાં Fire extinguisher, ફર્સ્ટ એડ બોક્સ, flood lights, GPS આધારિત વાહન પેકિંગ અને નેવિગેશન સિસ્ટમથી સજ્જ હોવાથી પૂર, ધરતીકંપ અને વાવાઝોડા જેવી ઈમરજન્સી પરિસ્થિતિમાં કોમ્યુનિકેશન તૂટી જાય ત્યારે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી બચાવ અને રાહત કામગીરી માટે આ વાહન તૈનાત કરવામાં આવશે. પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ થકી ગુજરાત પોલીસની કામગીરીમાં સરળતા તેમજ આપાતકાલીન સ્થિતિમાં પોલીસને અનુરૂપ મદદ મળવાથી રાહત અને બચાવ જેવી કામગીરીમાં સમય વ્યર્થ થતા અટકશે. મહત્વનું છે કે, વીવીઆઈપી સુરક્ષા અને આપાતકાલીન સ્થિતિ માટે આ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ વાહનનો ઉપયોગ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.