ETV Bharat / state

લોકડાઉનમાં ગુજરાત એસ.ટી.નિગમની બસની કામગીરીનો વિશિષ્ટ અહેવાલ - એસટી

સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તે પહેલાથી જ આગોતરા પગલા સ્વરૂપે ગુજરાત સરકારે ગુજરાતમાં જાહેર પરિવહન બંધ કર્યું હતું. ત્યારે ગુજરાત એસ.ટી. નિગમના 7 હજારથી વધુ બસના પૈડા થંભી ગયા હતાં. આ નિગમની સ્થાપના ગુજરાતના સ્થાપના દિવસના 1 મે,1960ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો વ્યાપ દિવસેને દિવસે વધતો ગયો છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત દોઢ મહિનાથી વધુ હજુ સુધી નિગમ દ્વારા બસોના પૈડા થંભાવી રાખવામાં આવ્યાં છે.

લૉક ડાઉનમાં ગુજરાત એસ.ટી.નિગમની બસોની કામગીરીનો વિશિષ્ટ અહેવાલ

author img

By

Published : May 11, 2020, 8:49 PM IST

અમદાવાદઃ લૉકડાઉનના સમયે પણ બસની જાળવણી અને દેખભાળ કરી લોકડાઉન જ્યારે ખુલે ત્યારે નાગરિકોને ઉત્તમ સેવા પૂરી પાડવા gsrtc કમર કસી રહ્યું છે. gsrtcની સેવા ગુજરાતના જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,રાજસ્થાન અને હરિયાણા સુધી વ્યાપ્ત છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 125 ડેપો અને 226 જેટલા બસ સ્ટેશન આવેલા છે. જ્યારે પીકઅપ સ્ટેશન અલગ છે. 40,000 જેટલા નોકરિયાતો આ તંત્ર સાથે સંકળાયેલા છે. દરરોજના લાખો લોકો એસ.ટી.બસમાં મુસાફરી કરે છે અને ગુજરાતના લગભગ તમામ ગામડાઓમાં આ બસ પહોંચે છે. આટલું મોટું તંત્ર ઠપ્પ થઈ જાય ત્યારે તેની વિશેષ કાળજી રાખવી પડે છે.

લૉક ડાઉનમાં ગુજરાત એસ.ટી.નિગમની બસોની કામગીરીનો વિશિષ્ટ અહેવાલ

ગુજરાતના દરેક જિલ્લાઓમાં એસટીના મુખ્ય મથક ઉપરાંત વર્ક સ્ટેશન પણ આવેલા છે કે જે આ બસની સારસંભાળ કરે છે. હાલમાં લોકડાઉનમાં સરકારના આદેશ પ્રમાણે દરરોજ વર્કશોપ પર બસનું વોશિંગ અને સેનિટાઈઝેશન કરવામાં આવે છે. ગાડીની બેટરી ઊતરી ન જાય તે માટે દર બે-ત્રણ દિવસે તેને સેલ મારીને દસ-પંદર મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે છે. લોકડાઉન હોવા છતાં અને કોરોના વાઇરસના ભય વચ્ચે પણ 50 ટકા સ્ટાફ કામ પર રાખવામાં આવે છે.

જ્યારે સંપૂર્ણ લોકડાઉન ખૂલશે ત્યારે પણ એસટી બસોને સંપૂર્ણ સેનિટાઈઝ કરીને સ્વચ્છ અને જંતુમુક્ત બનાવીને નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે સરકારે ગ્રીન ઝોનમાં બસ શરૂ કરવાની પરવાનગી આપી હતી. ત્યારે એસટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, સ્ટેશન વ્યવસ્થા, ટીકીટ વગેરેને ધ્યાનમાં રાખીને 700 બસ ચલાવવાની યોજના બનાવી હતી. આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રની પણ માગ પ્રમાણે બસ પૂરી પાડવામાં આવે છે. પરપ્રાંતિય શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી લઇ આવવા લઇ જવા માટે પણ બસ ઉપલબ્ધ કરવામાં આવે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા બોર્ડરના રાજ્યો ઉપર પણ શ્રમિકોને લઈ જવા માટે એસ.ટી.બસનો ઉપયોગ કરાયો છે. ઓરિસ્સા સુધી પણ બસ દોડાવવામાં આવી છે. બીજા રાજ્યમાંથી ગુજરાતના નાગરિકોને લઇ આવવા માટે પણ બસ ફાળવાઇ છે. 90 બસ શ્રમિકો વિનામૂલ્યે લઇ આવવા લઈ જવા માટે સ્થાનિક તંત્રને ફાળવાઈ છે.

દરેક બસમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને 30 મુસાફરોને બેસવાની મંજૂરી અપાઈ છે. જ્યારે બસની કેપેસિટી 52થી 56ની હોય છે. જ્યારે બસ શરૂ થશે, ત્યારે તેનું ભાડુ વધારવાની એસ.ટી.નિગમની કોઈ યોજના નથી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઓછા મુસાફરો લઈ જવાશે તેમાં નિગમને ખોટ જશે. અત્યારે સૂરતથી બીજા રાજ્યમાં તેમ જ સૌરાષ્ટ્રમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બસ દોડવાઈ રહી છે. જેનું ભાડુ લેવાઈ રહ્યું છે, પરંતુ તેમાં પરત ફરતી વખતે બસને ખાલી આવવું પડતું હોય છે અને તેનું નુકસાન નિગમને ભોગવવું પડતું હોય છે. હવે જ્યારે પણ લોકડાઉન બાદ એસ.ટી.ની બસ શરૂ થશે ત્યારે ડ્રાઇવર અને કંડકટરને ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવશે તો મુસાફરોએ પણ ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેસવું પડશે તેમજ માસ્ક પહેરવું પડશે. નજીકના ભવિષ્યમાં એસટી નિગમ દ્વારા ભાડુ વધારવાની કોઇ યોજના નથી. એસ.ટી.નિગમના દરેક કર્મીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યારબાદ જ તેમને ટ્રીપની ડ્યૂટી સોપાસે. રાજ્યમાં કાર્યરત નિગમના 125 ડેપો અને 16 વિભાગીય કચેરીઓમાં મોટા ભાગના એમ્પ્લોઇઝ અત્યારે પણ ફરજ બજાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.