અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે વિવિધ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. કામકાજના સમાવેશી સ્થળો વિશે યોજાયેલી પેનલ ચર્ચામાં જણાવવામાં આવ્યું હતું કે, પુરુષો અને સ્ત્રીઓને યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું કામકાજનું સમાવેશ થળ બહેતર કાર્યક્ષમતા તરફ દોરી જાય છે.
તથા ઉત્પાદકતાને વેગ આપે છે. તેમણે કર્મચારીઓમાં અને ખાસ કરીને મહિલા કર્મચારીઓમાં અને મહિલાઓમાં સંસ્થા સાથે જોડાયેલા હોવાનું ગૌરવ પેદા થાય તે બાબતને મહત્વની ગણાવી હતી. પેનલિસ્ટઓએ નોકરી આપનાર સમુદાય અને માલિકો તથા નોકરી કરનારને બદલાતી જતી માનસિકતાને કારણે કામ કરવાનું સ્થળ સાચા અર્થમાં સમાવેશી બની શકે છે. તેવું જણાવ્યું હતું.