અમદાવાદ : 31 ડિસેમ્બર પહેલા SOGએ શહેરમાં સફેદ પાવડરના કારોબાર સામે કાર્યવાહી (Ahmedabad Drugs seized) કરી સપાટો બોલાવ્યો છે. સિંધુ ભવન રોડ પર પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. જે બંને આરોપીઓ ખાસ કોડવર્ડનો પણ ઉપયોગ કરતા. આ મામલે SOGએ ઈરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામતઅલીખાન નાગોરીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ પાલનપુરના રહેવાસી છે. આરોપીઓ પાસેથી પોલીસે 29 લાખનું 296 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું છે.(Drugs seized on Sindhu Bhavan Road)
આ પણ વાંચો પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ
કોડવર્ડનો ઉપયોગથી ડ્રગ્સ અપાતું બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ ખાસ MD ડ્રગ્સની ડિલિવરી કરવા જ આવ્યા હતા. આરોપીઓની તપાસમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે તેઓ એક કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિ સાથે ડિલ થાય તેના ભળતા નામ કે અન્ય પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા. જેથી કોઈ ત્રાહિત વ્યક્તિ બોગસ બનીને તેઓનો માલ ન પડાવી શકે અને ડીલ કરનાર વ્યક્તિના હાથમાં જ આ ડ્રગ્સ આપતા હતા. જે વ્યક્તિએ ડિલ કરી હોય તેની સાથે જે કોડવર્ડ નક્કી કરાયો હોય તે જ કોડવર્ડ લેતા ડ્રગ્સ લેવા આવનાર વ્યક્તિ આપે તો જ આ જથ્થો અપાતો હતો. આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા છ માસમાં ત્રણ વાર અમદાવાદ આવી MD ડ્રગ્સની ડિલિવરી કરી ચુક્યા છે. (Drug peddler arrested from Palanpur)
આ પણ વાંચો જુહાપુરા શું ડ્રગ્સનું હબ છે ? ફરી એકવાર ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી
પોલીસે આગળની તપાસ હાથ ધરી આ ડ્રગ્સ આરોપીઓ કોની પાસેથી લાવ્યા અને (People delivering drugs from Palanpur) કોને આપવાના હતા એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી ઇરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. તેની સામે અન્ય મારામારી અને ધમકી આપવાનો પણ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. (Ahmedabad Crime News)