ETV Bharat / state

World Post Day : વર્લ્ડ પોસ્ટ દિવસ નિમિતે પોસ્ટ વિભાગ દ્વારા ખાસ જાહેરાત, પોસ્ટલ સેવા બનશે સસ્તી અને ઝડપી - અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ

9 ઓક્ટોબરના રોજ વર્લ્ડ પોસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા આગામી સમયમાં નવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. જેનાથી દેશના નાગરિકોને મોટો ફાયદો થશે. આ અંગે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર નીરજકુમારે વિગતવાર માહિતી આપી હતી.

World Post Day
World Post Day
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 10:29 PM IST

વર્લ્ડ પોસ્ટ દિવસ નિમિતે પોસ્ટ વિભાગ દ્વારા ખાસ જાહેરાત

અમદાવાદ : 9 ઓક્ટોબર એટલે વર્લ્ડ પોસ્ટ ડે. આજના દિવસે 1874 માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. તે દિવસથી જ આજના દિવસે વર્લ્ડ પોસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં હાલ 1 લાખ 59 હજારથી પણ વધુ પોસ્ટ ઓફિસ જોવા મળી રહી છે. દેશના દૂર ગામડાઓમાં પણ પોસ્ટની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા આગામી સમયમાં નવી સુવિધાઓ ઉભી કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત 24 કલાક પાર્સલ બુકિંગ કાઉન્ટર પણ શરૂ કરવાની તૈયારી પોસ્ટ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જેનાથી દેશના લોકોને પણ ખૂબ મોટો ફાયદો થશે.

વર્લ્ડ પોસ્ટ ડે : વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી સાથે પોસ્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વિશેષ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પત્રકાર પરિષદમાં ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર નીરજકુમારે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસનું નેટવર્ક દેશમાં ખૂબ મોટું જોવા મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સમયમાં વધુ નવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં અમદાવાદ અને વડોદરા એરપોર્ટ ઉપર મુસાફર માટે ખૂબ જ નજીવા દરે વધારાનો સામાન ઘરે મોકલવા માટે પોસ્ટ સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મેઈલ ટ્રાન્સમિશન ઓફિસ પણ મેલના ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સમિશન માટે શરૂ કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસનું નેટવર્ક દેશમાં ખૂબ મોટું જોવા મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સમયમાં વધુ નવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં અમદાવાદ અને વડોદરા એરપોર્ટ ઉપર મુસાફર માટે ખૂબ જ નજીવા દરે વધારાનો સામાન ઘરે મોકલવા માટે પોસ્ટ સેવા શરૂ કરવામાં આવશે. -- નીરજકુમાર (ચીફ પોસ્ટ માસ્ટર, ગુજરાત સર્કલ)

નાગરિકો માટે વિશેષ સેવા શરૂ : આ ઉપરાંત ગ્રાહકોને લાભ માટે અમદાવાદ ખાતે નેશનલ સ્પીડ પોસ્ટ સેન્ટર તેમજ વડોદરા, સુરત અને રાજકોટમાં રેલવે મેઇલ ઓફિસ શરૂ કરવામાં આવશે. વર્તુળ રાજ્યની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસમાં ડાક અંત્યોદય કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જે ઉપરાંત DBT યોજનાના લાભાર્થી ગંગા સ્વરૂપ જીવન યોજના દ્વારા પણ નાણાકીય ઉપાડ સહાય મેળવી શકાય છે. આવનારા સમયની અંદર 43 નવી પોસ્ટ ઓફિસ તેમજ રાજ્યના દરેક ગામની 5 કિલોમીટરની ત્રિજ્યામાં એક પોસ્ટ ઓફિસ ઉભી થશે.

  1. લોકોમાં રાષ્ટ્રધ્વજની ખરીદીનો ઉત્સાહને જોઈ પોસ્ટ ઓફિસે કર્યું દેશ માટે આ અદભૂત કામ
  2. Amrut Mahotsav of 75 years of independence: દિવ્યાંગ બાળકોએ વડાપ્રધાનને લખ્યા પત્ર, પોતાના સ્વપ્નના ભારતની કરી વાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.