ETV Bharat / state

Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવી ગિરનાર પર્વતની રેપ્લિકા

જૈન સમાજ માટે ગિરનારનું એક અલગ મહત્વ છે. જેને અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલ સ્પર્શ મહોત્સવ (Sparsh Mahotsav Ahmedabad)માં તાદ્રશ્ય થતું જોવા મળે છે. જૂનાગઢના ગિરનારને અમદાવાદને આંગણે જીવંત બનાવતો આ 100 ફૂટ ઊંચો ગિરનાર (Replica of Girnar 100 feet tall )કઇ રીતે વિષેશ બન્યો છે તે જૂઓ.

Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં ગિરનાર પર્વત રેપ્લિકાની મહેનત અને મહત્ત્વ શું છે?

author img

By

Published : Jan 19, 2023, 2:24 PM IST

જૂનાગઢનો ગિરનાર અમદાવાદને આંગણે જીવંત બન્યો

અમદાવાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં 100 ફૂટ ઊંચો ગિરનાર પર્વત બનાવવામાં આવ્યો છે. આ ગિરનાર રેપ્લિકામાં ભગવાન નેમિનાથની 69 ઈંચની પૂજનીય પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમાનો પથ્થર દક્ષિણ ભારતમાંથી લાવીને અહીંયા જ એક પથ્થરમાંથી આખી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સૌને માટે આકર્ષણનું કેન્દ્ર છે.

100 ફૂટ ઊંચો ગિરનાર પર્વત જે સૌ માટે આકર્ષણ કેન્દ્ર : અમદાવાદના GMDC ગ્રાઉન્ડ 16 જાન્યુઆરીથી શરુ થયેલો જૈન સમાજના સ્પર્શ મહોત્સવમાં આદ્યાત્મિકતાનો સંસ્પર્શ અનુભવી શકાય છે. સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમાં રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજ દ્વારા લિખિત 400માં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવનાર છે. આ મહોત્સવમાં સૌથી વઘુ આકર્ષણનું કેન્દ્ર 100 ફૂટ ઊંચો ગિરનાર પર્વત જે સૌ માટે આકર્ષણ કેન્દ્ર બન્યો છે. જે જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વત પર આવેલ નેમિનાથ ભગવાનનું મંદિરનું પણ આબેહૂબ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો Sparsh mahostav: જાણો જૈન સાધુ-સાધ્વીના જીવન વિશે

મંદિરની ફરતે 108 નાની દેરી : સૌરભ શાહે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગિરનાર પર્વત જે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે જૂનાગઢમાં જે ગિરનાર પર્વત છે. તે જ પ્રમાણે અહીંયા ગિરનાર પર્વત તૈયાર કરવામાં આવ્યો છે. આ પર્વત પર સૌથી મુખ્ય વિશેષતા પર્વત પર તૈયાર કરવામાં આવેલ નેમfનાથ ભગવાનની પ્રતિમાની છે. ભગવાન નેમિનાથની મૂર્તિ બનાવવા માટે પથ્થર દક્ષિણ ભારતમાંથી મંગાવવામાં આવ્યો હતો. એક જ પથ્થરમાંથી આ મુર્તિ તૈયાર અમદાવાદમાં જ કરવામાં આવી છે.આ ગિરનાર પર્વત અંદાજિત 10 માળ જેટલો ઊંચો છે. જે અંદાજિત 100 ફૂટ જેટલો છે. 3500 સ્ક્વેર ફૂટમાં આ ગિરનાર પર્વત તૈયાર કરવામાં આવ્યો છે. પર્વત પર જે પ્રમાણે ભગવાન નેમિનાથનું મંદિર છે તે જ પ્રમાણે અહીંયા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરની ફરતે 108 નાની દેરી પણ બનાવવામાં આવી છે.

નેમિનાથ ભગવાનના દર્શન : આ રેપ્લિકા ગિરનારની શોભા ત્યારે ખૂબ જ વધી જાય છે જ્યારે સાંજના સમયે આ ગિરનારની પર્વત પર લાઇટિંગ શો કરવામાં આવે છે. આ લાઇટિંગ શોમાં રત્નસુંદર સુરિશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલ પુસ્તક વિશે તે લાઈટીંગ શોમાં બતાવવામાં આવે છે. મુલાકાતી નિધિ શાહે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢમાં જે ગિરનાર પર્વત છે. તેવો જ પર્વત અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. આ પર્વત પર ચડતાં પણ એવું જ લાગે છે કે અમે ગિરનાર પર્વત ચડી રહ્યા છીએ. અહીં નેમિનાથ ભગવાનના દર્શન કરતા લાગી રહ્યું છે કે અમે ગિરનાર પર્વત ઉપર જઈને નેમિનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છીએ.

આ પણ વાંચો Sparsh Mahotsav : તૈયાર થયા બે થિયેટર, સીરીઝ જોઈને લોકોના થયા હૃદય પરિવર્તન

ગિરનાર પર્વતના દર્શનની અનુભૂતિ : તો અન્ય એક મુલાકાતી ઝીલ શાહે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું દર મહિને જૂનાગઢના ગિરનાર પર્વત પર નેમિનાથ ભગવાનના દર્શન કરવા માટે જઉં છું. ત્યાં પ્રમાણે ગિરનાર પર્વત છે તે જ પ્રમાણે અહીંયા પણ ગિરનાર પર્વત તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ ઉંમરલાયક વ્યક્તિ ગિરનાર પર્વત પર જઇ નેમિનાથ ભગવાનના દર્શન કરી શકતાં નથી તો તેઓ અહીં સરળતાથી ગિરનાર પર્વતના દર્શનની અનુભૂતિ કરી શકે છે. આ પર્વતનું નિર્માણ સ્પર્શ મહોત્સવ સમિતિ દ્વારા લોખંડ, વાંસ, બાલી, લાકડા, પ્લાસ્ટર ઓફ પેરિસ અને કપાસમાંથી બનાવાયું છે. છે.લગભગ 100 ફૂટની ઉંચાઈ પર 300 બાય 300 ફૂટનું પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે. જેના પર હજારો ભક્તો દર્શન કરી રહ્યાં છે. ગિરનારની પ્રદક્ષિણાની યાદ તાજી થાય તેમ અહીં પણ ભગવાનના અલૌકિક જિનાલયની અદભૂત રચના કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.