ETV Bharat / state

Somvati Amavsya : જાણો સોમવતી અમાસનું શું મહત્વ છે, શું વિશેષ પૂજાના લાભ - સોમવતી અમાસનું શું મહત્વ

સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે પવિત્ર નદી કે પવિત્ર સંગમે સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. આજના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા પાઠ કરવામાં આવતા હોય છે. જે થકી જીવનમાં આવતા દુઃખ દરિદ્રો પણ દૂર થાય છે.

Somvati Amavsya : જાણો સોમવતી અમાસનું શું મહત્વ છે, શું થાય લાભ

author img

By

Published : Feb 15, 2023, 8:47 PM IST

સોમવતી અમાસ અને ભગવાન શિવની વિશેષ પૂજા જાણો

અમદાવાદઃ હિન્દુ ધર્મમાં પવિત્ર સ્થળે કે પવિત્ર દિવસે સ્નાન અને દાનનો ખૂબ જ મહત્વ હોય છે. જેમાં ખાસ કરીને સોમવતી અમાસના દિવસે લોકો પવિત્ર નદીની અંદર સ્નાન કરવા જતા હોય છે અને ગરીબને દાન આપતા હોય છે. આ દિવસે પિતૃ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવશે. જીવનમાં અનેક યોગ ખરાબ હોય ત્યારે શિવજીના મંદિરે પૂજા કરવાથી તે યોગમાંથી મુક્તિ પણ મળે છે. જેના કારણે સોમવતી અમાસનું મહત્વ જ અલગ હોય છે.

સોમવારે અમાસને સોમવતી અમાસ કહેવાય : જ્યોતિષાચાર્ય ડૉ.હેમિલ લાઠીયા ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે સોમવતી અમાસ એ શિવભક્ત માટે ખૂબ જ મોટી અમાસ કહેવામાં આવે છે. સોમવારના અમાસ આવતી હોવાથી સોમવતી અમાસ કહેવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર બંને એક સ્થાનમાં એક સાથે બેસે છે ત્યારે આવો સંયોગ બને છે. આ દિવસે જો સોમવાર હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. અમાસ તો દર મહિને આવે છે. પરંતુ સોમવારે અમાસ આવતી હોય તો તેનો મહિમા અલગ જ પ્રકારનો હોય છે.

આ પણ વાંચો ભવનાથમાં રશિયન સાધ્વીએ શિવ મહામંત્રનું રહસ્ય સમજાવ્યું

આજના દિવસે સ્નાનનું વિશેષ મહત્વ : વધુમાં જણાવ્યું હતું કે સોમવતી અમાસના એક વખતે જળાશયમાં, અમૃતધાર, ગંગા, ત્રિવેણી સંગમ અને તીર્થ સ્થળે સ્નાન કરવાથી અલગ જ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત અમાસના આ યુગ પર કરેલ ભક્તિ દાન, તીર્થ સ્થાન અને કુંડળીમાં કોઈપણ રચાયેલું કુયોગથી સૂર્ય કે ચંદ્ર દ્વારા થતા દૂષિત યોગ્ય શાંતિ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જે લોકો દરિદ્ર યોગથી પીડાતા હોય તેવા લોકો કાર્લસર્પદોષ, ચાંડાલયોગ અથવા ચંદ્ર થકી અલગ જ પ્રકારનો કોઈ યોગ બનતો હોય તો આ દિવસે શિવજી મંદિરે પૂજા કરવાથી અલગ જ લાભ મળે છે અને આવા દોષથી તમને મુક્તિ પણ મળે છે.

આ પણ વાંચો આજે ગુરુ પ્રદોષ વ્રત, આ મૂહુર્તમાં કરો શિવ પૂજા, જાણો આ વ્રતનું મહત્વ

સૌભાગ્યની પ્રાપ્તિ થાય : આ યોગ દરમિયાન પ્રભુ શિવની ભક્તિ કરવાથી પાપ નાશ થાય છે. આ દિવસે કોઇપણ શિવમંત્ર, જાપ કરી શકાય છે. આજીવિકામા ઉન્નતી થાય છે. શિવ દરિદ્રદહનસ્ત્રોતના પાઠ શક્ય બને તેટલા વાંચવાથી પણ લાભ થાય છે. સૌભાગ્યને પ્રાપ્તિ, સંતાન સુખ, આયુષ્ય અને કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટનાઓ સામે રક્ષણ મળે છે. આજના દિવસે ભગવાન શિવજી પર જળ અભિષેક, પંચામૃત અભિષેક કરવા ઉપરાંત શિવના કોઈપણ સ્ત્રોત પાઠ લાભકારી છે. યંત્રની ભક્તિમાં શ્રદ્ધા હોય તો તેમને શિવ પંચક્ષરી યંત્ર, મહામૃત્યુજય યંત્ર, અઘોર યંત્ર વગેરે યંત્રની સિદ્ધિ કે પૂજા કરવાથી ત્વરિત ફળની પ્રાપ્તિ થાય તેવું પણ વિદ્વાનો દ્વારા માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.