અમદાવાદઃ જયોતિષ માન્યતા પ્રમાણે ગ્રહણના 12 કલાક પહેલાં સૂતક બેસે છે.જેથી શુભ કાર્ય માટે નિષેધ હોય છે.આમ તો સૂર્યગ્રહણ એટલે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રમા આવવાથી સૂર્ય ઢંકાઈ જાય એવી સામાન્ય ખગોળીય ઘટના છે.પણ જ્યોતિસીઓ તેને વિશિષ્ટ રીતે જુએ છે.
આ ગ્રહણની ભારત પર અસર
- પાડોશી દેશો સાથેના સંબંધો સારા નહીં રહે
- કુદરતી હોનારાતો સર્જાશે
- કોરોનાની મહામારીમાં કોઈ મુક્તિ નહીં મળે
- ગુજરાતમાં રાજકીય ઉથલપાથલની શક્યતાઓ
- આર્થિક નિર્ણયો પણ ધ્યાનથી કરવાના રહેશે
આ સૂર્ય ગ્રહણની જુદા-જુદા ક્ષેત્રો પર કેવી અસર થશે તે વિશે ઈટીવી ભારતે વાત કરી પ્રખ્યાત જ્યોતિષ અને ફેંગશુઈ ગાઈડ ભાવેશ પટ્ટણી સાથે, જેમને ઇટીવી ભારતની મુલાકાતમાં જણાવ્યું કે, આ સમયે ખાવા પીવામાં ખાસ ધ્યાબ રાખવું જોઈએ તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ ઘરમાં જ રહેવું જોઈએ.
ચંદ્રગ્રહણ પૂનમે થાય છે, જ્યારે સૂર્યગ્રહણ અમાસે થાય છે. અમાસ બાદ ચંદ્રની કળાઓ ખીલતી જાય છે. તેથી શુભ કાર્ય ચોક્કસ કરી શકાય. આ સાથે જ્યોતિષ ભાવેશ પટ્ટણીએ આ ગ્રહણને લઈને બાર રાશીઓ માટે આગાહી પણ કરી છે. જે મુજબ...