- ત્રિપદા ગુરુકુલમ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
- 3 તાલુકાઓના વ્યાજબી ભાવના દુકાનદારો રહ્યા ઉપસ્થિત
- પ્રહલાદ દામોદરદાસ મોદી રહ્યા હતા ઉપસ્થિત
અમદાવાદઃ વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા ત્રિપદા ગુરુકુલમ ભોજવા ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ ફોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ દામોદરદાસ મોદી ઉપસ્થિત રહ્યા હતા.
ત્રિપદા ગુરુકુલમ ભોજવા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ
વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા ત્રિપદા ગુરુકુલમ ભોજવા ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ દામોદરદાસ મોદીના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યાજબી ભાવના દુકાનદારો ઉપસ્થિત
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ ફોલ્ડર્સ એસોસિએશનના મહામંત્રી અલ્પેશ શાહ, પ્રવક્તા રાકેશ શાહ સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા.
સરકારની કોરોના માર્ગદર્શિકાનું પાલન
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. જે બાદમાં અનેક શરતો સાથે છુટછાટો આપવામાં આવી હતી. આથી આ સ્નેહમિલન કાર્યક્રમ સરકારની કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે યોજાયો હતો.