ETV Bharat / state

કેજરીવાલને લલકાર્યા, ગુજરાતમાં આવીને કેટલાકને ગુજરાતી નથી આવડતું

author img

By

Published : Oct 1, 2022, 4:36 PM IST

Updated : Oct 1, 2022, 8:44 PM IST

ચૂંટણી નજીક આવતા કેન્દ્રના કેટલાય મોટા નેતાઓ ગુજરાતમાં મુલાકાત (Smriti Irani Ahmedabad visit) કરવા આવતા હોય છે. નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે સ્મૃતિ ઈરાનીએ અમદાવાદનો પ્રવાસ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને ચાબખા માર્યા હતા. કોઈનું પણ નામ લીધા વગર તેમણે એવી વાત કહી હતી જેનો ઈશારો આ બન્ને નેતાઓ બાજુ જઈ રહ્યો હતો.

ગુજરાતમાં આવીને કેટલાકને ગુજરાતી નથી આવડતુંઃ સ્મૃતિ ઈરાની

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રના બીજા મોટા નેતા સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદના એક કાર્યક્રમમાં (Hello Kamal shakti Ahmedabad) ખાસ હાજરી આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કેજરીવાલ (AAP Arvind Kejriwal) અને રાહુલ ગાંધીને (Rahul Gandhi Congress) ટાર્ગેટ કર્યા હતા. પોતાની વાત હિન્દીમાં શરૂ કરતા તેમણે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ (Smriti Irani Target Kejriwal) પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હું ગુજરાતની પુત્રવધૂ છું અને અમેઠીની સાંસદ (BJP MP Smriti Irani) છું.

કેજરીવાલને લલકાર્યા, ગુજરાતમાં આવીને કેટલાકને ગુજરાતી નથી આવડતું

પાણી મુદ્દે પ્રહારઃ હિન્દીમાં એટલા માટે બોલું છું કારણ કે, ગુજરાતમાં જે કોઈ આવે છે એને ગુજરાતી આવડતું નથી. મારો અવાજ અમેઠી સુધી પહોંચવો જોઈએ. દિલ્હીના સપનાના સોદાગરને કહું છું કે, નર્મદાના પાણીની જરૂરિયાત હતી ત્યારે તેનો વિરોધ કરનારાને હાર તોરા પહેરાવતા હતા. ગુજરાતની પ્રજા આ વાત ક્યારેય નહીં ભૂલે. દિલ્હીની 690 ઝૂપડપટ્ટીમાં કોઈ પાણી આવતું નથી. આ વાત ખોટી હોય તો દિલ્હીના સંગમ વિહારમાં જઈને જોઈ લો. એ લોકોની શુ હાલત છે.

નલ સે જલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડો લોકોને નલ સે જલ સુવિધાથી પાણી પહોંચાડ્યું છે. આમ આદમી પાર્ટીએ તો હીરાબા નું અપમાન કર્યું છે. એમનો પુત્ર રાજકારણમાં છે પણ બા કોઈ રાજકારણમાં નથી. તારીખ 30 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના અંબાજીની જાહેરસભામાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ નારી શક્તિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ દ્વારા હેલો કમલ શક્તિ કોન્કલેવનું આયોજન અમદાવાદમાં કરાયું હતું. એટલે ભાજપ મહિલાઓને ચૂંટણીમાં વધુ મહત્વ આપી રહી છે.

મહિલા મતદારોઃ ચૂંટણી પંચે તાજેતરમાં જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં કુલ 4,83,75,821 મતદારો છે, જેમાંથી 2,33,67,760 મહિલા મતદારો છે. આમ કુલ મતદારોમાં મહિલા મતદારોના મત પણ એટલા જ મહત્વના છે. અને મહિલાઓને રીઝવવા માટે અમદાવાદમાં હેલો કમલ શક્તિ કોન્કલેવનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની આવ્યા હતા.

મહિલા ઉમેદવારો જીતઃ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 97 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી માત્ર 16 મહિલા ઉમેદવાર જીત્યા હતા. તેમાં રાજકીય પક્ષવાઈઝ જોઈએ તો ભાજપે 19 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, અને તેમાંથી 12 મહિલા ઉમેદવારો જીત્યા હતા. કોંગ્રેસે 14 મહિલાઓને ટિકિટ આપી હતી, તેમાંથી માત્ર 4 મહિલાઓ ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ તો કુલ 126 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, તેમાંથી માત્ર 13 મહિલા ચૂંટણી જીતી હતી. પક્ષવાર જોઈએ તો ભાજપે 12 મહિલાઓને ટિકિટ આપી હતી, તેમાંથી 9 મહિલા જીતી હતી. કોંગ્રેસે 10 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંતી માત્ર 4 મહિલા જીતી હતી. 2012 કરતા 2017માં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે.

Last Updated : Oct 1, 2022, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.