અમદાવાદઃ કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ કેળવવા માટે અને લોકો ઘેર જ રહે તે માટે તંત્ર દ્વારા જુદાંજુદાં પગલાં ભરવામાં આવ્યાં છે. તે અંતર્ગત જ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે રોડ પર જુદાંજુદાં સ્લોગન લખવામાં આવ્યાં છે.
આ સ્લોગનો પર નજર પડે તો પણ રોડ ઉપર નીકળતાં એકલદોકલ શખ્સો પણ તે વાંચે અને પોતાના ઘેર રહે તેવી આશા સ્લોગનો લખતાં રાખવામાં આવી રહી છે.
આ સ્લોગનોમાં 'ઘરમાં રહો સુરક્ષિત રહો', 'કોરોના કો ભગાના હૈ વિશ્વ કો બચાના હૈ' અને સ્પેશિયલ હેશટેગ'ગો કોરોના ગો' જેવા સૂત્રો લખવામાં આવ્યાં છે.