ETV Bharat / state

અમદાવાદ જિલ્લાના તમામ 864 ગામોને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા શરુ - Completely sanitized in Ahmedabad district

અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સેનિટાઈઝેશનની મેગા ડ્રાઈવ હાથ ધરાઇ હતી. 25 હજાર લોકોના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના તમામ 864 ગામમાં એક સાથે મેગા સેનિટાઈઝેશન હાથ ધરાયું

author img

By

Published : May 4, 2020, 11:26 PM IST

અમદાવાદઃ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સોમવારે જિલ્લાના તમામ 464 ગામોમાં એક સાથે એક જ સમયે સેનિટાઈઝેશનની મેગા ડ્રાઈવ હાથ ધરાઇ હતી. લગભગ 25 હજાર લોકોના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના તમામ 864 ગામમાં એક સાથે મેગા સેનિટાઈઝેશન હાથ ધરાયું
અમદાવાદ જિલ્લાના તમામ 864 ગામમાં એક સાથે મેગા સેનિટાઈઝેશન હાથ ધરાયું

અમદાવાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં સેનિટીઇઝેશનની મેગા ડ્રાઈવમાં 16 લાખ વસતીને આવરી લેવાઇ હતી.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોવિડ -19નું સંક્રમણ ન વધે તે માટે ખાસ તકેદારી રખાઈ છે અને જિલ્લામાં બહારના લોકોની અવર-જવર પર નિયંત્રણ જેવા સર્વગ્રાહી પગલાં લેવાયા છે. તેના પગલે જિલ્લામાં રોગને એક ચોક્કસ લેવલ સુધી અટકાવી રાખી શકવામાં સફળતા મળી છે.

એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાઇરસના કારણે સંક્રમણ ન વધે તે માટે મુખ્ય રસ્તાઓ, ઘરો, ફળિયા એમ સામૂહિક રીતે જંતુરહિત કરવાની કામગીરી હાથ હાથ ધરાઇ હતી.

અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણપણે સેનિટઇઝેશનની કામગીરીમાં 100 ફોગર મશીન, 1 મોટુ વ્હકલ વાળું કેનેન ફોગર મશીન, 300 જેટલાં નાના પંપ તથા અન્ય 500 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મેગા કામગીરીમાં 25000 જેટલાં વ્યક્તિઓ જેમાં સ્વયંસેવકો, કર્મચારીઓ પણ સામેલ છે. મેગા ડ્રાઈવમાં 13500 લિટર sodium hypochloride 20% દવા વપરાશમાં લેવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના બધા જ ગામમાં સેનિટાઇઝેશન કરવામાં સેવા ભાવિ લોકો દ્વારા 30,000 લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડ્યું હતું. જેમાંથી 4,50,000 લીટર સોલ્યુશન બનાવાયું હતું. આ સિવાય 2300 લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડવામાં આવ્યું છે. એટલું જ નહીં રેન્જ અમદાવાદ, ખેડા, આણંદની મુખ્ય જિલ્લા પોલીસ કચેરી, નડિયાદ નગરપાલિકા, મહેમદાવાદ મામલતદાર કચેરી, ગોધરા ટી ડી ઓ કચેરી, કાલોલ, મોરવાહડપ TDO કચેરી ઉપરાંત અ.મ્યુ.કો. દક્ષિણ ઝોનમાં પણ સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.