- અંબાણી પરિવારમાં ખુશીની માહોલ
- મુકેશ અંબાણી અને નિતા અંબાણી દાદા-દાદી બન્યા
- માતા અને પુત્રની તબિયત સારી
અમદાવાદ : અંબાણી પરિવારના પ્રવકતા દ્વારા નિવેદન જારી કરાયું છે કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અને આર્શિવાદથી આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી આજે મુંબઈમાં એક બાળકના માતાપિતા બન્યા છે. અને મુકેશ અંબાણી અને નિતા અંબાણી પહેલીવાર દાદા-દાદી બન્યાનો આનંદ અનુભવી રહ્યા છે.
9 માર્ચ 2019ના રોજ આકાશ અને શ્લોકાના થયા હતા લગ્ન
હાલ, માતા અને પુત્ર બન્નેની તબિયત સારી છે. આમ અંબાણી પરિવારમાં પુત્રના આગમનથી ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 9 માર્ચ, 2019ના રોજ આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા, અને તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયામાં ભારે નોંધનીય બની હતી.