ETV Bharat / state

વિશ્વ હેરિટેજ દિવસ : શેઠ હઠીસિંહ જિનાલય સંસ્કૃતનું અદ્ભુત ઉદાહરણ - Cultural heritage

ભારતના એક માત્ર શહેર કે જેમને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. 18 એપ્રિલને હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદ શહેરને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે શહેરના કેટલાક એવા ઐતિહાસિક સ્થળોને અને શહેરની રહેણી-કહેણી તથા સાંસ્કૃતિક વારસો સહિત વિવિધ આયામોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ત્યારે શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી હઠીસિંહની વાડીમાં હઠિસિંહ દેરાસર ભારતીય વારસાનો એક અદ્ભૂત નમૂનો માનવામાં આવે છે. અને આ દેરાસરને પુરાતત્વ વિભાગ દ્વારા પોતાના હસ્તક પણ લેવામાં આવ્યો છે.

વિશ્વ હેરિટેજ દિવસ
વિશ્વ હેરિટેજ દિવસ
author img

By

Published : Apr 18, 2021, 11:02 AM IST

  • 600 વર્ષ પહેલા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી
  • 250થી 300 વર્ષ પહેલા શેઠ હઠીસિંહ કેસરીસિંહ દ્વારા જિનાલય બનાવાયું
  • 12 લાખથી વધારેના ખર્ચે જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું

અમદાવાદ : આશરે 600 વર્ષ પહેલા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. અહેમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અમદાવાદની નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતું શહેર લોકો માટે સૌથી પ્રિય શહેર બની ગયું છે.

યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સીટીના દરજ્જા માટે ભારત તરફથી અમદાવાદનું નામ મોકલાયું

યુનાઇડેટ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફીક એન્ડ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન્સ એટલે કે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સીટીના દરજ્જા માટે ભારત તરફથી અમદાવાદનું નામ મોકલવામાં આવ્યું હતું. સાંકળી શેરી જેવી ઓળખસમી અમદાવાદી પોળ, મુઘલકાળમાં ચણાયેલી મસ્જિદો, પૌરાણિક મંદિરો, નગરના દરવાજાઓ, કલાત્મક મકાનો, સાબરમતી નદી તેમજ સાંસ્કૃતિક તાણાવાણા વગેરે મળીને અમદાવાદની શહેર તરીકેની અલાયદી સાંસ્કૃતિક ઓળખ ઊભી કરે છે.

શેઠ હઠીસિંહ જિનાલય સંસ્કૃતનું અદ્ભુત ઉદાહરણ

આ પણ વાંચો : વિશ્વ હેરિટેજ દિવસ: દેશની સૌથી સુંદર મસ્જિદમાંથી એક એટલે જામા મસ્જિદ

શેઠ હઠીસિંહ જિનાલયને સૌથી પ્રાચીન માનવામાં આવે

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી હઠીસિંહની વાડીમાં આશરે 250થી 300 વર્ષ પહેલા શેઠ હઠીસિંહ કેસરીસિંહ દ્વારા જિનાલય બનાવવામાં આવ્યું હતું. શહેરમાં 450થી વધુ જિનાલયો આવેલા છે. પરંતુ શેઠ હઠીસિંહ જિનાલયને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. જિનાલયની સ્થાપનામાં પથ્થરોની કામગીરીને સૌથી પ્રાચીન સંસ્કૃતિ માનવામાં આવે છે. તેમાં લગાવવામાં આવેલી મૂર્તિઓ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. વિશ્વની સંસ્કૃતિ કરતા પથ્થરમાં કરવામાં આવતી કોતરણી, જિનાલયનું બાંધકામ, પાણીની સુવિધા, હવા ઉજાસની સુવિધા જે દર્શાવે છે કે, તે સમયની સુવિધાઓ સૌથી આધુનિક હતી.

આ પણ વાંચો : વિશ્વ હેરિટેજ દિવસઃ અમદાવાદના 12 દરવાજાઓ આજે પણ હેરિટેજનો ભાગ

250 વર્ષ પહેલા જિનાલયની સ્થાપના કરવામાં આવી

શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના સંચાલકો પાસેથી મળેલી જાણકારી અનુસાર આશરે 250 વર્ષ પહેલા જિનાલયની સ્થાપના કરવામાં આવી હતી. શેઠ હઠીસિંહને ત્રણ પત્નીઓ હતી. જિનાલયની કામગીરી સમય દરમિયાન શેઠ હઠીસિંહનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમની ત્રીજી પત્ની હરકુવર શેઠાણીએ જિનાલયની કામગીરી પૂર્ણ કરાવી હતી. તે સમયમાં આશરે 12 લાખથી વધારેના ખર્ચે જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જિનાલયનું સંચાલન શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે

જિનાલયમાં પરિસરમાં એક સ્તંભનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણને 2500 વર્ષ થયાના નિમિત્તે કિર્તિસ્થંભનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં જિનાલયનું સંચાલન શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સાથે પરિસરમાં સભાગૃહ, ભોજનશાળા સહિત વિવિધ નિર્માણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.