ETV Bharat / state

sessions court in gujarat : ઉત્કર્ષ ઈસ્પાતના ભાગીદાર નીરજ અને CA હિમાંશુની જામીનની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

author img

By

Published : Nov 30, 2021, 11:07 AM IST

ઉત્કર્ષ ઈસ્પાત LLPના(Utkarsh Ispat LLP) ભાગીદાર નીરજ જયદેવ આર્યન અને તેમના ચાર્ટડ એકાઉન્ટન્ટ(chartered accountant in gujarat) હિમાંશુ ચંદ્રેશ ચોમલના આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટે(sessions court rejects) ફગાવી દીધી હતી. GST(Goods and Services Tax) વિભાગે નીરજ જયદેવના વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મળેલા કેટલાક હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાલ ચાલુ છે.

sessions court in gujarat
sessions court in gujarat
  • ઉત્કર્ષ ઈસ્પાતના ભાગીદાર નીરજ-હિમાંશુ જામીનની અરજી ફગાવી
  • 7 રેસિડેન્સીયલ પ્લોટ પર કામ ચલાવું ટાંચ મૂકવામાં આવી છે
  • અત્યાર સુધીની ચકાસણીમાં ઉતકર્ષ ઈસ્પાત LLP

અમદાવાદઃ ઉત્કર્ષ ઈસ્પાત LLPના(Utkarsh Ispat LLP) ભાગીદાર નીરજ જયદેવ આર્યન અને તેમના ચાર્ટડ એકાઉન્ટન્ટ(chartered accountant in gujarat) હિમાંશુ ચંદ્રેશ ચોમલના આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટે(sessions court rejects) ફગાવી દીધી હતી. મહત્વનું છે કે હાલ સ્ટેટ GST(Goods and Services Tax) વિભાગે નીરજ જયદેવના વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મળેલા કેટલાક હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાલ ચાલુ છે.

મોટા પ્રમાણમાં કરચોરી થયાની સંભાવના

કેટલાક હિસાબી દસ્તાવેજોની ચકાસણીમાં 31.5 કરોડ ખોટી વેરાશાખ લઈ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે હિસાબી સાહિત્યની ચકાસણીમાં મોટા પ્રમાણમાં કરચોરી(tax evasion in india) મળી આવવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. હાલ તપાસમાં પેઢીના સ્ટોક, ફેક્ટરી શેડ, બિલ્ડીંગ દેવાદારો પ્લાન્ટ અને, મશીનરી બેન્ક એકાઉન્ટ સાથે 270 કરોડની ફિક્સ ડિપોઝિટ, કંપનીના મુખ્ય ભાગીદાર અને મુખ્ય સૂત્રધાર નીરજ જયદેવ આર્યની માલિકીના 7 રેસિડેન્સીયલ પ્લોટ પર કામ ચલાવું ટાંચ મૂકવામાં આવી છે.

નીરજ જયદેવને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે પહેલાં જ ફરાર

તપાસની કામગીરી દરમિયાન નીરજ જયદેવને છાતીના ભાગમાં દુખાવો થતો હોવાની ફરિયાદ તેમણે તપાસ અધિકારીને કરી હતી. તેથી સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં(Synergy Hospital, Rajkot) દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil Hospital) ખાતે લાવવામાં આવ્યા હતા. સારવાર બાદ નીરજને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે પહેલાં જ તેઓ ફરાર થઈ જતા વિભાગના અધિકારીઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમીયાન તેઓ નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોવાનું સામે આવ્યું હતું.

જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

આ સાથે કંપનીના ચાર્ટડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચોમલના હાલના રહેઠાણના સ્થળેથી કેટલાક રોકડ વ્યવહારોની વિગતો મળી આવી છે. તપાસ દરમિયાન પુરાવાઓ સાથે ચેડા કર્યા હોવાનું પણ ધ્યાને આવતા ગુજરાત GSTના ગુનામાં તેમની ભૂમિકાની વધુ તપાસ ચાલી રહી છે. હિમાંશુ ચોમલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી(sessions court in gujarat) કરી હતી જે કોર્ટે નામંજૂર કરી છે.

આ પણ વાંચોઃ સલમાન ખાનને જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટે રાહત આપી

આ પણ વાંચોઃ બગદાણા નજીક થયેલી હત્યાનાં આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.