- માંડલ તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી
- કારોબારી ચેરમેન તરીકે પસાભાઈ જાદવની નિમણુંક
- 11 સદસ્યોની હાજરીમાં વરણી કરવામાં આવી
અમદાવાદ : એપ્રિલ-મે મહિનામાં કોરોનાના વધતા કેસોના કારણે તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યો તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી જે કરવાની હતી. જે આજે તારીખ 15ના રોજ કરવામાં આવી હતી.
ચેરમેનોના ભાજપ કાર્યાલય પરથી મેન્ડેટ તૈયાર કરીને લવાયા હતા
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રભારી રાજુ બન્ને ચેરમેનોના ભાજપ કાર્યાલય પરથી મેન્ડેટ તૈયાર કરીને લાવ્યા હતા. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે નવાગામના પરષોત્તમ જાદવની નિમણૂંક કરાઈ હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નયના રેવાભાઈ પરમારની નિમણૂંક કરાતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ હતો.
આ પણ વાંચો : કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
જિલ્લા પ્રભારી રાજુ, જિલ્લા સદસ્ય ભીખાભાઈ વાઘેલા, માંડલ ભાજપ સંગઠન પ્રમુખ દશરથ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મહેશ જાદવ, ભાજપના મહામંત્રી કૌશિક ઠાકોર, તાલુકાના ઉપપ્રમુખ સુશીલા દેથલીયા, ગોપાલ હોટલના માલિક નરેશ ભરવાડ, કાર્યકરોમાં લખનભાઈ, દેવાભાઈ, કનુભાઈ શ્રીવાસ્તવ, હીરાભાઈ સોલંકી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ચેરમેને તાલુકા પંચાયતની બિલ્ડીંગમાં પોતાનો ચાર્જ સંભાળ્યો
આ પ્રસંગે તાલુકા પંચાયતના કાર્યકારી પ્રાંત બારોટ, માંડલ TDO પટેલની અને તાલુકાના 11 સદસ્યોની હાજરીમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરાઈ હતી. જેમની વરણી થતા બન્ને ચેરમેને તાલુકા પંચાયતની બિલ્ડીંગમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.
ચેરમેનને ફુલહાર અને અનેક મોમેન્ટો આપી કાર્યકરોએ સન્માનિત પણ કર્યા
આ બન્ને ચેરમેનને ફુલહાર અને અનેક મોમેન્ટો આપી કાર્યકરોએ સન્માનિત પણ કર્યા હતા. કાર્યક્રમ બાદ ગોપાલ હોટલ ખાતે સ્વરૂચિ ભોજન પણ સૌએ લીધુ હતું. કાર્યકારી પ્રાંત, TDO અને તાલુકાના 11 સદસ્યોની હાજરીમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરાઈ હતી.