ETV Bharat / state

PM Modi Gujarat Visit: 'વાઇબ્રન્ટ ગુજરાત'ને ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવા માટે એક માધ્યમ બનાવવામાં આવ્યું : PM મોદી - second day of PM Modis Gujarat tour the completion and launch of 5206 crore worth of development works

વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધતા ગોધરાકાંડને પણ યાદ કર્યો અને કહ્યું કે તે સમયે તેમની પાસે સરકાર ચલાવવાનો બહુ અનુભવ નહોતો. જ્યારે કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 7:49 AM IST

Updated : Sep 27, 2023, 1:31 PM IST

અમદાવાદ: સભાને સંબોધિત કરતા પીએમએ કહ્યું કે, "અમે માત્ર ગુજરાતનો પુનઃવિકાસ જ નથી કર્યો પરંતુ તેના ભવિષ્ય વિશે પણ વિચાર્યું છે, અમે આ માટે 'વાઇબ્રન્ટ ગુજરાત'ને મુખ્ય માધ્યમ બનાવ્યું છે. 'વાઇબ્રન્ટ ગુજરાત'ને ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવા માટે એક માધ્યમ અને ચેનલ બનાવવામાં આવ્યું હતું. "દુનિયા સાથે આંખ મિલાવીને વાત કરી શકી શકિએ છીએ." "જે લોકો અગાઉ કેન્દ્ર સરકાર ચલાવતા હતા તેઓ ગુજરાતના વિકાસને રાજકારણ સાથે જોડતા હતા. તત્કાલીન કેન્દ્ર સરકારના મંત્રીઓ વાઈબ્રન્ટ ગુજરાતમાં આવવાની ના પાડતા હતા. તેઓ વિદેશી રોકાણકારોને ધમકાવતા હતા અને રોકવાનો પ્રયત્ન કરતા હતા." વિદેશી રોકાણકારોને ગુજરાતમાં આવતા અટકાવવામાં આવ્યા હતા. આટલી બધી ધમકીઓ છતાં વિદેશી રોકાણકારો ગુજરાતમાં આવ્યા છે.

વાયબ્રન્ટથી ઘણો ફાયદો થયો : PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, "વાઈબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનો કાર્યક્રમ નથી, પરંતુ તેનાથી પણ વધુ, તે જોડાણનો કાર્યક્રમ છે." આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, "અમે અમારી ઉત્પાદન ક્ષમતાને પહેલા 2 ગણી અને પછી 3 ગણી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે, તકનીકી રુપથી ઉત્પાદન બનાવીશું, જે ભારતને આયાત અવેજીકરણ અને આત્મનિર્ભરતા તરફ દોરી જશે. PM મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા કરવા માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

  • #WATCH | Ahmedabad, Gujarat: PM Modi addresses an event marking 20 years of the Vibrant Gujarat Global Summit, "Vibrant Gujarat is not just a programme of branding but more than that it is a programme of bonding" pic.twitter.com/8md2Y3XuqT

    — ANI (@ANI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટના સફળતાની ફિલ્મ બતાવાઈ છે. બાદમાં કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર મોદી, ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓને માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પેટલે નરેન્દ્ર મોદીને બૂકે અને શાલ આપી સ્વાગત કર્યું હતું. મોદીએ અક્ઝીબિશન નિહાળ્યું હતું. સાયન્સ સિટીમાં કન્વેશન હોલમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા છે. પોલીસની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

  • #WATCH | PM Modi along with Governor of Gujarat Acharya Devvrat and CM Bhupendra Patel takes part in a programme marking 20 years of the Vibrant Gujarat Global Summit, in Science City, Ahmedabad pic.twitter.com/QhPhwCrGwm

રોબોટ પ્રદર્શનની મુલાકાત લીધી : PM મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા થતા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. PM મોદી ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લિધો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. PM મોદીએ ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે રોબોટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું તેના 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. -- ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન, રાજ્ય સરકાર)

  • #WATCH | PM Modi visits robot exhibition at Science City in Gujarat's Ahmedabad

    The PM will take part in a programme to mark the celebration of 20 years of Vibrant Gujarat Global Summit, here.

    Governor of Gujarat Acharya Devvrat and CM Bhupendra Patel also present pic.twitter.com/LXrLgbUjkd

    — ANI (@ANI) September 27, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિલેજ વાઇફાઇ સુવિધા: વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે રુ. 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રુ. 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રુ. 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ રુ. 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

  • #WATCH | PM Modi at Science City in Gujarat's Ahmedabad to take part in a programme marking the celebration of 20 years of Vibrant Gujarat Global Summit

    Governor of Gujarat Acharya Devvrat and CM Bhupendra Patel also present pic.twitter.com/0DO8asG1Zq

    — ANI (@ANI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. PM Modi Gujarat Visit : PM નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સંપૂર્ણ પ્રવાસની વિગત...
  2. Clean India Day : 2 ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય, રાજ્યના તમામ સાંસદો અને ધારાસભ્યો શ્રમદાન કરશે
Last Updated : Sep 27, 2023, 1:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.