ETV Bharat / state

US પ્રમુખ ટ્રમ્પ બાપુના ચરણોમાં નમન કરશે, જાણો સમગ્ર કાર્યક્રમ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેશે, જેમાં ગાંધી આશ્રમની મુલાકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી આ મુલાકાતના પગલે તે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે. 24 ફેબ્રુઆરીએ સવારે 11-30 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઑનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉની શરૂઆત કરશે. જેમાં તાજ સર્કલ, રીવરફ્રન્ટ, સુભાષબ્રિજ થઈને સાબરમતી આશ્રમ જશે. ગાંધી આશ્રમની મુલાકાતને પગલે વડાજથી આશ્રમ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. સાબરમતી વિસ્તાર તરફ આવતા કેટલાક રસ્તા બંધ રાખવામાં આવશે.

modi
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
author img

By

Published : Feb 24, 2020, 7:58 AM IST

Updated : Feb 24, 2020, 8:50 AM IST

અમદાવાદઃ સાબરમતી આશ્રમની મુલાકાત બાદ બંને મહાનુભાવો પરત એરપોર્ટના રુટ પર થઈને ઇન્દિરા બ્રિજ, ભાટ ગામ, કોટેશ્વર થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. અંદાજે 3 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ચાલશે. અને ત્યારબાદ તેઓ એરપોર્ટ જવા રવાના થશે. 3: 30 વાગે એરપોર્ટથી ટ્રમ્પ આગ્રા જવા રવાના થશે.

કેવી છે સુરક્ષા?

ડોનાલ્ડ ટ્રમ્પ આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર કાર્યક્રમમાં ફેરફાર થયો છે. એટલે કે ગાંધી આશ્રમની મુલાકાત ઉમેરાઈ છે. જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. સમગ્ર બંદોબસ્તમાં 33 DCP, 75ACP, 300PI, 1000PSI, 12,000 પોલીસકર્મીઓ અને 2000 જેટલી મહિલા કોન્સ્ટેબલ તૈનાત રહેશે. આ ઉપરાંત 15 SRP અને 3 RAFની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન SPG, NSG, એરફોર્સ, પેરા મિલિટરી અને સિક્રેટ સર્વિસીના જવાનો પણ હાજર રહેશે. 15 જેટલી BDDSની ટીમ રુટ અને કાર્યક્રમમાં રહેશે.

મોરચા સ્કોડ કોન્વેય અને અલગ-અલગ સ્થળોએ બંદોબસ્તમાં રહેશે. 38 ઘોડા પોલીસ અને ધાબા પરથી પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. તથા ડ્રોન દ્વારા કાર્યક્રમ પર નજર રાખવામાં આવશે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રહેશે. તમામ લોકો વચ્ચે કોમ્યુનિકેશન થાય તે માટે 600 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવશે. સુરક્ષાના હેતુથી લોકોનું ચેકીંગ કરવા 130 જનરલ મેટલ ડિટેક્ટર અને 700 હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવામાં આવ્યાં છે. કોઈને સ્ટેડિયમમાં મોબાઈલ અને પાકીટ સિવાય કઈ લઈ જવા દેવામાં નહીં આવે તેમ છતાં 6 બેગેજ સ્કેનર પણ રાખવામાં આવ્યાં છે.

CBSE બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ અને રોડ શૉના રુટ પર 4 કેન્દ્રો આવે છે.ત્યારે તમામ કેન્દ્રોના વિદ્યાર્થીઓને હોલ ટિકિટના આધારે વ્યવસ્થા કરી આપવામાં આવશે. એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સારવાર સેવાને માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોઈ પણ નાગરિકને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પના રોડ શૉ અને કાર્યકમને લઈને કેટલાક રૂટ પર ડાયવર્ઝન રાખવામાં આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય સમય પ્રમાણે સંભવિત કાર્યક્રમ

  • 23 ફેબ્રુઆરી, 2020 સાંજે 7 વાગ્યે વૉશિંગ્ટનથી રવાના થયા
  • 24 ફેબ્રુઆરી, 2020 સવારે 11.55 કલાકે અમદાવાદ ઍરપોર્ટ પર આગમન
  • 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.15 કલાકે ઍરપોર્ટ પર ગાર્ડ ઓફ ઑનર
  • 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.25 કલાકે ઍરપોર્ટથી મોટેરા સ્ટેડિયમના રૂટ પર રોડ શો
  • 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.45 કલાકે મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું અભિવાદન- 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ
  • 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 01.00 કલાકે મોટેરા સ્ટેડિયમમાં સંબોધન
  • 24 ફેબ્રુઆરી, 2020 બપોરે 03.30 કલાકે આગ્રા જવા રવાના

Last Updated : Feb 24, 2020, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.