અમદાવાદઃ SBIના પેન્શર્ન્સ માટે બેન્ક SBI General સાથે ટાયઅપ કરીને એક મેડિકલેમ જેવી પોલીસી 'SBI હેલ્થ આસિસ્ટ પોલીસી B' આપી રહી છે. આ પોલીસીમાં મામૂલી રકમના પ્રીમિયરમાં 50 લાખ સુધીની હેલ્થ કવરેજ મળે છે. બેન્કના રીટાયર્ડ કર્મચારી ઉપરાંત આ પોલીસી તેના સ્પાઉસને પણ કવર કરે છે. આ પોલીસી માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 15મી જાન્યુઆરી છે. ગુજરાતના 17,000 અને સમગ્ર દેશમાં 2 લાખ SBI પેન્શર્ન્સ આ પોલીસીનો લાભ મેળવી શકે છે.
50 લાખ સુધીનું હેલ્થ કવરેજઃ SBI પોતાના રીટાયર્ડ પેન્શર્ન્સ માટે ખાસ આ પોલીસી લાવી છે. જેમાં 50000 રુપિયાના મામૂલી પ્રીમિયર પર 50 લાખ જેટલું હેલ્થ કવરેજ આપે છે. આ પોલીસીમાં સ્પાઉસને પણ બેનીફિટ મળે છે. જેમાં મેલ બેન્ક એમ્પલોઈના વાઈફ અને ફિમેલ બેન્ક એમ્પલોઈના હસબન્ડને આ પોલીસી હેઠળ હેલ્થ કવરેજ મળે છે. તેથી જ SBI પેન્શર્ન્સ એસોસિયેશન બેન્કના દરેક રીટાયર્ડ કર્મચારી આ પોલીસીનો લાભ લે તે માટે ખૂબ મહેનત કરી રહ્યું છે. આ એસોસિયેશન દ્વારા ગુજરાતના દરેક શહેરમાં પેન્શર્ન્સ ઓનલાઈન આ પોલીસીમાં રજિસ્ટ્રેશન કરી શકે તે માટે મદદ કરવામાં આવી રહી છે.
700 કરોડના ક્લેમ સેટલઃ SBI દ્વારા 'SBI હેલ્થ આસિસ્ટ પોલીસી B' અંતર્ગત ગત વર્ષે સમગ્ર દેશના પેન્શર્ન્સના 700 કરોડના ક્લેમ સેટલ કર્યા હતા. બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં SBI સિવાયની બેન્કમાં મળતી પોલીસી કરતા ઓછા પ્રીમિયમમાં વધુ હેલ્થ કવરેજ મળે છે. SBIના જોઈન્ટ વેન્ચર SBI જનરલ દ્વારા પોલીસી આપવામાં આવી રહી છે તેથી બેન્ક ઓછામાં ઓછા પ્રીમિયરમાં વધુમાં વધુ હેલ્થ કવરેજ આપી રહી છે.
SBI પેન્શર્ન્સ એસોશિયેશનની અપીલઃ 'SBI હેલ્થ આસિસ્ટ પોલીસી B'ને SBI પેન્શર્ન્સ એસોશિયેશન એક વરદાન ગણાવી રહ્યું છે. તે દરેક પેન્શર્ન્સને આ પોલીસી લેવા માટે અપીલ કરી રહ્યું છે. આ ઉપરાંત એસોસિયેશનના સભ્યો દરેક સેન્ટરમાં, ગામડામાં પણ પેન્શર્ન્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે તે માટે ખડે પગે મદદ કરી રહ્યા છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાથી કોઈ ડિટેલ્સ મિસ થવાના બહુ ઓછા ચાન્સીસ રહે છે.
અમને પેન્શર્ન્સને 'SBI હેલ્થ આસિસ્ટ પોલીસી B'ના સ્વરુપે બેન્કે એક અમ્બ્રેલા પૂરી પાડી છે. જેમ વરસાદમાં આપણને ભીંજાતા બચાવવા કોઈ છત્રી આપે તેમ બેન્કે આ પોલીસી આપી છે. અમે અહીં તેના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પેન્શર્ન્સને મદદ કરી રહ્યા છીએ...ગુણવંત પટેલ(જોઈન્ટ જનરલ સેક્રેટરી, SBI પેન્શર્ન્સ એસોશિયેશન, અમદાવાદ સર્કલ)
'SBI હેલ્થ આસિસ્ટ પોલીસી B'માં રજિસ્ટ્રેશન માટે બેન્ક દ્વારા છેલ્લી તારીખ 15મી જાન્યુઆરી રાખવામાં આવી છે. આ પોલીસી એટલી યૂઝફુલ છે કે જ્યારે કોઈ ડીસીઝ આવે છે ત્યારે દર્દીને આર્થિક માર સહન કરવો પડે છે. જેમાંથી આ પોલીસી મુક્તિ અપાવે છે. બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં SBI સિવાયની બેન્કમાં મળતી પોલીસી કરતા ઓછા પ્રીમિયમમાં વધુ હેલ્થ કવરેજ મળે છે. આ પોલીસી અન્ય બેન્કની હેલ્થ પોલીસી કરતા 400 ગણી બહેતર છે, એક વરદાન સમાન છે...કમાલ એસ. કાદરી(જનરલ સેક્રેટરી, SBI પેન્શર્ન્સ એસોશિયેશન, અમદાવાદ સર્કલ)