યોગેશભાઇએ દિવાળીના તહેવારોમાં ફરવા જવા માટે ખૂબ જ મોટી અને બહોળી રકમ પોતાના પરિવાર માટે વાપરવાની તૈયારી હતી, પરંતુ તેમણે પરિવારના મનોરંજનને એક બાજુએ રાખીને બીજી તે રકમ નો સદઉપયોગ કરી શકાય અને વળી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તે હેતુથી પોતાના જ ગામના છ ગ્રામજનો જેઓને આંખે દેખાતું ઓછું થઈ જવાથી તેમને ડોક્ટરે મોતિયો આવેલો હોવાનું કહેવાથી ઓપરેશન કરાવવાની તાતી જરૂર હતી. તેઓનો સંપર્ક કરી તેમને સ્વખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગામમાંથી લાવવા લઈ જવાની તેમજ ઓપરેશન, દવાઓ તેમજ તેમને જમવાનો ખર્ચ તેમણે ઉપાડીને આ વૃદ્ધ ગ્રામજનોના મોતિયાના ઓપરેશન સ્વખર્ચે કરાવ્યા હતા.
યોગશભાઈના જણાવ્યા મુજબ તે પોતાના મોજશોખ માટે ખોટા ફાલતુ પૈસા વાપરવા કરતા આ પૈસાનો સદઉપયોગ કર્યો અને લોકોને પણ આ ઉદાહરણમાંથી પ્રેરણા લઈને અન્યોની સેવા કરવા અપીલ કરી હતી. તમામ દર્દીઓ હાલ ખૂબ જ સ્વસ્થતાથી કોઈનો પણ સહારો લીધા વગર પોતાની આંખે જોઈ શકે છે.