1991માં જામજોધપુર તોફાનોને લઈને અમૃતલાલ વૈષ્ણાની સિવાસ કરવામાં આવેલી FIRને રદ કરવા માટે હાઈકોર્ટમાં સંજીવ ભટ્ટ તરફે રિટ કરવામાં આવી હતી. જોકે આ કેસ ઓફ-બોર્ડ થઈ જતાં તેની સુનાવણી થઈ ન હતી. શુક્રવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં હવે આગળ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જામજોધપુરમાં થયેલા તોફાનો બાદ સંજીવ ભટ્ટ પર કસ્ટોડિયલ ડેથ કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે જામજોધપુરની સ્થાનિક કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજા સામે અરજદાર ભટ્ટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.