અરજદાર અમિત સોંલકી દ્વારા મેટ્રો કોર્ટમાં દાખલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સંજીવ ભટ્ટ જુઠાણું ફેલાવી લોકો સાથે છેંતરપીંડી કરી રહ્યાં છે. ખોટી અને પાયાવિહોણા આક્ષેપ સોશિયલ મીડિયા પર વાઈરલ કરી લોકોની સહાનુભુતિ મેળવી ફંડ એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. સંજીવ ભટ્ટ બે સમુદાય વચ્ચે દ્વેશ અને એક વિચાધારાને સમર્થન આપીને કાણા નાણાંને સફેદ કરી રહ્યાં છે તેવો પણ આક્ષેપ કર્યો હતો.
અમિત સોંલકી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સંજીવ ભટ્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, 2011ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના ત્રણ વર્ષ પછી તેમની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ, પરતું વાસ્તવમાં 2018માં પાછી ખેંચાઈ હતી. સંજીવ ભટ્ટના મકાનો ગેરકાયદેસર હિસ્સો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો, પરતું સંજીવ ભટ્ટ 15 થી 20 કરોડના બંગલાના માલિક છે અને અમદાવાદ-ગાંધીનગરમાં તેમના બે ફાર્મ હાઉસ પણ આવેલા છે. એટલું જ નહિ ભટ્ટે તેમના બંગલાની બાજુની જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. CPI જેવી પાર્ટી કેરળમાં ફ્રંડ એકત્ર કરી રહી છે. જ્યારે તેમની પત્ની શ્વેતા ભટ્ટ કોગ્રેસી નેતાઓ પાસે મદદ માંગી રહી છે. ઉલ્લેખનીય છે કે, 2012ની વિધાનસભા મણિનગર બેઠકથી સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ નરેન્દ્ર મોદી સામે ચુંટણી લડયા હતા.
અરજદાર દ્વારા સંજીવ ભટ્ટના સોશિયલ મીડિયા કેમ્પેઈનથી પ્રેરાઈને 11 હજાર રૂપિયા તેમના ખાતામાં નાખ્યા હતા અને ત્યારબાદ અન્ય લોકોને પણ તેમાં જોડાવવા વધુ તપાસ કરતા અરજદાને જાણ થઈ હતી કે, સંજીવ ભટ્ટ વિરૂધ NDPS, કસ્ટોડિયલ ડેથ કેસમાં સજા થઈ છે. જે બાદ અરજદાર દ્વારા સોશિયલ મીડિયા પર સંજીવ ભટ્ટ દ્વારા ટ્ટીટ અને રિ-ટ્ટીટ કરી ફેલાયેલા તથ્યોની ચકાસણી કરતા તેમણે મેટ્રો કોર્ટમાં ભટ્ટ વિરૂધ છેંતરપીડીની ફરિયાદ દાખલ કરી હતી.