- કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારમાં સેનિટાઈઝરની બોટલનું કરાયું વિતરણ
- રાત્રિ બેઠકમાં સેનિટાઈઝરની બોટલ આપી કરાયો પ્રચાર
- સરખેજ વૉર્ડમાં કરાયું પ્રચાર સાથે સેનિટાઈઝરનું વિતરણ
અમદાવાદ : શહેમાં સરખેજ વૉર્ડમાં અન્ય વૉર્ડની જેમ જ રોજ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે કાર્યાલય ખાતે આવતા કાર્યકરોને રિઝવવા માટે સરખેજ વૉર્ડમાં સેનિટાઈઝરની બોટલ્સ પણ વહેચવામાં આવી રહી છે. જેમાં સેનિટાઈઝરની બોટલ પર વોટ ફોર કોંગ્રેસ એટલે કે કોંગ્રેસને મત આપો તેમ લખ્યું છે.
![સેનિટાઈઝરનું વિતરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10637096_59_10637096_1613390954511.png)
રાજેન્દ્ર પટેલના ફોટા સેનિટાઈઝરની બોટલ્સ પર લગાવાયા
કોંગ્રેસના રાજેન્દ્ર પટેલના ફોટા પણ સેનિટાઈઝરની બોટલ્સ પર લગાવવામાં આવ્યા છે. તમામ પક્ષ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહે એ કે કયા પક્ષને ફાયદો થાય છે.
![સેનિટાઈઝરનું વિતરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10637096_44_10637096_1613390979536.png)