ETV Bharat / state

સાણંદ ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રીને ધમકી બાદ ફરિયાદ - સાણંદ

સાણંદમાં ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રી અને સાણંદ ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક શખ્સે ફેસબૂક પર વીડિયો વાયરલ કરતાં બંને લોકોએ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા મોરચાના પ્રદેશમંત્રી મહિલાઓના કામ ન કરતાં હોવાનો આક્ષેપ તેમ જ તેમને બીભત્સ ગાળો બોલતાં મહિલા મહામંત્રીએ સાણંદ પોલીસ સ્ટેશનમાં સહદેવસિંહ સામે ફરિયાદ નોંધાવી છે.

ભાજપ પદાધિકારીને ધમકી
સાણંદ ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રીને ધમકી બાદ ફરિયાદ
author img

By

Published : Jan 22, 2020, 8:12 PM IST

અમદાવાદઃ સાણંદમાં રહીને વકીલાત કરતાં રક્ષાબહેન પરમાર સાણંદ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મંત્રી છે. તેઓ ગઇકાલે નગરપાલિકાની ઓફિસે જતાં હતાં ત્યારે રસ્તામાં સહદેવસિંહ ગોહિલ નામનો વ્યક્તિ મળ્યો હતો. સહદેવસિંહે રક્ષાબહેનને કહ્યું કે, કેમ તેઓ કુપરવાસની મહિલાઓને સરખા જવાબ નથી આપતાં, આમ કહીને તેણે રક્ષાબહેનને બીભત્સ ગાળો બોલી હતી. રક્ષાબહેને કહ્યું કે તેમણે કોઇને આડા જવાબો આપ્યા નથી તેમ જ હાલ નગરપાલિકાનું કામ ચાલુ જ છે.

સાણંદ ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રીને ધમકી બાદ ફરિયાદ
જે બાદમાં આરોપીએ તને કોણે પ્રમુખ બનાવી? તારે તો ઘેર કચરાંપોતાં કરવાના હોય તેવા શબ્દોનો ઉપયોગ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયાં હતાં. બાદમાં સહદેવસિંહે વૈમનસ્ય ફેલાય તેવા શબ્દોના ઉચ્ચારણ સાથે ફેસબૂકમાં લાઇવ વીડિયો મૂક્યો હતો. આ બાબતની જાણ રક્ષાબહેનને થઇ હતી.બીજીતરફ સાણંદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ વ્યાસે પણ સહદેવસિંહ સામે સાણંદમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે સહદેવસિંહે ફેસબૂક પર તેમને દોરડાથી બાંધી માર મારવાની ધમકી આપતા વીડિયો મૂક્યાં છે. આ બાબતે સાણંદ પોલીસે બંને નેતાઓની ફરિયાદ નોંધી સહદેવસિંહની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:અમદાવાદ

સાણંદમાં બીજેપી મહિલા મોરચાના પ્રદેશમંત્રી અને સાણંદ ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક શખ્સે ફેસબુક પર વીડિયો વાયરલ કરતા બંને લોકોએ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા મોરચાના પ્રદેશમંત્રી મહિલાઓના કામ ન કરતા હોવાનો આક્ષેપ તેમજ તેમની બીભત્સ ગાળો બોલતા મહિલા મહામંત્રીએ સાણંદ પોલીસ સ્ટેશનમાં સહદેવસિંહ સામે ફરિયાદ નોંધવી છે.Body:સાણંદમાં રહીને વકીલાત કરતા રક્ષાબહેન પરમાર સાણંદ નગરપાલિકાના પ્રમુખ અને બીજેપી મહિલા મોરચાના પ્રદેશ મંત્રી છે. તેઓ ગઇકાલે નગરપાલિકાની ઓફિસે જતા હતા ત્યારે રસ્તામાં સહદેવસિંહ ગોહિલ નામનો વ્યક્તિ મળ્યો હતો. સહદેવસિંહે રક્ષાબહેનને કહ્યું કે, કેમ તેઓ કુપરવાસની મહિલાઓને સરખા જવાબ નથી આપતા, આમ કહીને તેણે રક્ષાબહેનને બીભત્સ ગાળો બોલી હતી. રક્ષાબહેને કહ્યું કે તેમણે કોઇને, આડા જવાબો આપ્યા નથી તેમજ હાલ નગરપાલિકાનું કામ ચાલુ જ છે.

જે બાદમાં આરોપીએ તને કોણે પ્રમુખ બનાવી? તારે તો ઘરે કચરા-પોતા કરવાના હોય તેવા શબ્દોનો ઉપયોગ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. બાદમાં સહદેવસિંહે વયમનસ્ય ફેલાય તેવા શબ્દોના ઉચ્ચારણ સાથે ફેસબુકમાં લાઇવ વીડિયો મૂક્યો હતો. આ બાબતની જાણ રક્ષાબહેનને થઇ હતી.

Conclusion:બીજી તરફ સાણંદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ વ્યાસે પણ સહદેવસિંહ સામે સાણંદમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે સહદેવસિંહે ફેસબુક પર તેમને દોરડાથી બાંધી માર મારીવાની ધમકી આપતા વીડિયો મૂક્યા છે. આ બાબતે સાણંદ પોલીસે બંને નેતાઓની ફરિયાદ નોંધી સહદેવસિંહની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બાઈટ - કે ટી કામરીયા, Dysp, અમદાવાદ ગ્રામ્ય પોલીસ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.