અમદાવાદ: આગામી સમયમાં નાગરિકોને ટ્રાન્સપોર્ટ માટે ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. કારણ કે ટ્રાન્સપોર્ટ માટે સૌથી સસ્તું હાલમાં સીએનજી ગેસ પ્રાપ્ત થાય છે. પરંતુ ડીલરના માધ્યમમાં છેલ્લા ઘણા સમયથી વધારો ન થયો હોવાને કારણે તે લોકોએ સરકાર સામે બાંયો ચડાવી છે અને આગામી 3 માર્ચ 2023થી CNGનું વેચાણ સંપૂર્ણ પણે ચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
CNGનું વેચાણ બંધ: CNG પંપના ડિલર્સના માર્જિનમાં વધારો ન થતાં 3 માર્ચના રોજ CNGનું વેચાણ બંધ રાખી વિરોધ કરશે. ડિલર્સે વારંવાર રજૂઆત કરવા છતા માંગ ન સ્વીકારતાં આખરે આ નિર્ણય લીધો છે. છેલ્લા 55 મહિનાથી માર્જિનમાં કોઈ વધારો કરવામાં ન આવતાં ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોસિએશન દ્વારા સીએનજી પંપ બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.
55 મહિનાથી માર્જિનમાં વધારો નહીં: ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન સાથે સંકળાયેલ OMC-IOCL, BPCL અને HPCL દ્વારા છેલ્લા 55 મહિનાથી CNG ડીલર્સના ડીલર માર્જિનમાં વધારો કરવામાં આવ્યો નથી. આ અંગે અનેક વાર વિનંતી કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ અભ્યાસ કરવા અને સીએનજી પમ્પ માટે ડીલર માર્જિનની ભલામણ માટે IIM નિમણૂક કરી હતી. IIM બેંગ્લોર ડિસેમ્બર 2019માં રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Budget Session: હવે શાળાઓએ ફરજીયાત પણે ગુજરાતી ભાષા ભણાવવી પડશે, વિધાનસભામાં વિધેયક પસાર
બેઠક બાદ પણ નિરાકરણ નહીં: અહેવાલ સબમીટ કર્યા બાદ પણ ઓઇલ માર્કેટિંગ ક્રોસમાં સુધારો જાહેર કરવામાં આવેલો હતો. ત્યારબાદ 1 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય નવી દિલ્હીએ OMC ને તાત્કાલિક અમર કરવા આદેશ જાહેર કર્યો હતો. MONPGના આવા ઓર્ડર પર 15 મહિના સુધી કોઈ ધ્યાનમાં આપવામાં ન આવે આ દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા ઈમેલ અને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી. OMC અધિકારીઓ સાથે પણ અનેકવાર બેઠકો કાર્ય પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.
CNG પમ્પ દરો અને સંચાલનમાં ખર્ચમાં વધારો: 1 ડિસેમ્બર 2021 થી CNG પમ્પમાં સુધારેલ ડીલર માર્જિન કાપીને જે તે ગેસ કંપનીઓની રકમ ચૂકવી રહી છે. જેમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ચૂકવવા માટે વિનંતી કરી હતી. પરંતુ આ વિનંતી માન્ય રાખી નહીં અને જે ખૂબ જ ગંભીર અને બિન કાયદાકીય બાબત જોવા મળી હતી. અંત છેલ્લા 55 મહિનાથી CNG પમ્પ દરો અને સંચાલનમાં ખર્ચમાં વધારો થયો છે. તેથી અમારો વ્યવસાય ચલાવો પણ મુશ્કેલ બન્યો છે તેવું સંચાલકો માની રહ્યા છે. સાથે સાથે તેઓ પણ જણાવી રહ્યા હતા કે CNGની ખરીદ કે વેચાણ કર્યા પહેલા જ એડવાન્સમાં બિલ બનાવીને રૂપિયા મંગાવવામાં આવે છે. તેઓ આક્ષેપ પણ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
CNGનું વેચાણ બંધ કરવાનો નિર્ણય: અનેકવાર ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈપણ આપવામાં આવ્યો નથી. જેને કારણે પણ તે 3 માર્ચ 2023 શુક્રવારથી સવારે 7 વાગ્યા અનિશ્ચિત સમય સુધી CNGનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. આ CNG પમ્પ બંધ થવાને કારણે અનેક લોકોને ભારે મુશ્કેલી પણ સર્જાઈ શકે.