ETV Bharat / state

અમદાવાદમાં આવતીકાલથી ચુસ્ત નિયમપાલન સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણનો થશે પ્રારંભ - lockdown 4.0 in gujarat

અમદાવાદમાં 15 મે એટલે કે શુક્રવારથી શાકભાજી, ફળ, દવાઓ અને કરિયાણાના વેચાણને અનુમતિ આપવામાં આવી છે. તેમજ દુકાનો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે આ માટે અમદાવાદીઓએ અમુક નિયમોનું પાલન પણ કરવાનું રહેશે જેના વિશે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ માહિતી આપી હતી.

અમદાવાદમાં લોકડાઉનના ચુસ્ત નિયમપાલન સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણનો પ્રારંભ

author img

By

Published : May 14, 2020, 8:58 PM IST

અમદાવાદ: એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 15 મે એટલે કે શુક્રવારથી શાકભાજી, ફળ, દવાઓ અને કરિયાણાના વેચાણનો પ્રારંભ થશે. અમદાવાદની સ્થિતિને સામાન્ય કરવા માટે આ મહત્વનું પગલું ભરાયું છે. તેના માટે વિશાળ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ જથ્થાનો પુરવઠો પણ પહોંચાડવામાં આવ્યો છે. 17 હજાર વિક્રેતાઓના હેલ્થ સ્ક્રિનિંગનું કામ ચાલુ છે અને શુક્રવારથી સવારે 8 કલાકથી બપોરના 3 સુધી વેચાણ ચાલુ રહેશે.

આવતીકાલથી ચુસ્ત નિયમપાલન સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણનો થશે પ્રારંભ
અમદાવાદના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે,

  • સવારે 8થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ ખરીદી કરવા જાય તેમજ પુખ્તવયના માણસો 11 કલાક પછી જાય, જેથી આવી જગ્યાઓ પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય.
  • આ વેચાણ સતત ચાલુ રહેશે માટે ઘરમાં બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહી.
  • કોરોના સામેની લડતમાં જાહેર શિસ્ત જરૂરી છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી સમજો.
  • લોકોએ ખરીદી કરતી વખતે દો ગજની દૂરી રાખવી જરૂરી છે.
  • માસ્ક પહેરવું આવશ્યક છે.
  • ખરીદી માટે બજારો દરરોજે સવારે 8થી બપોરે 3 કલાક સુધી ચાલુ રહેશે.
  • ખરીદી કર્યા બાદ દરેકને ઘરે આવીને હાથ ધોવા, કપડાં બદલવા અને નહાવું.
  • ઉપરોક્ત ક્રિયાઓને રોજીંદા જીવનનો ભાગ સમજી સેનિટાઈઝેશન પણ કરતા રહેવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.