ETV Bharat / state

High Court of Gujarat: 2 માર્ચ સુધી નહીં થઈ શકે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ, HCનો હુકમ

author img

By

Published : Feb 23, 2023, 8:18 PM IST

ગુજરાત હાઈકોર્ટે પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને વચગાળાની રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે 2 માર્ચ સુધી ધારાસભ્યની ધરપકડ કરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

High Court of Gujarat: 2 માર્ચ સુધી નહીં થઈ શકે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ, HCનો હુકમ
High Court of Gujarat: 2 માર્ચ સુધી નહીં થઈ શકે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ, HCનો હુકમ

અમદાવાદઃ સાબરકાંઠા પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં પોક્સો અને એટ્રોસિટી સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્યએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી અંગે સુનાવણી થઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપી છે અને 2 માર્ચ સુધી ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat HC: ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી ન જાય એટલે રાજસ્થાન પોલીસે HCમાં રજૂ કરી એફિડેવિટ

2 માર્ચ સુધી ધરપકડ પર રોકઃ રાજ્યના પૂર્વ પ્રધાન અને વર્તમાન પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે રાજસ્થાનમાં ગુનો નોંધાયો હતો. તે સંદર્ભે તેમની ધરપકડ કરવા રાજસ્થાન પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કરેલી જામીન અરજીના કારણે હજી સુધી ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ફરી એક વાર વચગાળાની રાહત આપી છે. સાથે જ 2 માર્ચ સુધી તેમની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.

રાજસ્થાન પોલીસ એફિડેવિટ ફાઈલ કરશેઃ ગુજરાત હાઈકોર્ટે રાજસ્થાન પોલીસને વચગાળાનો હુકમ કર્યો છે. સાથે જ ગજેન્દ્રસિંહ પરમારની 2 માર્ચ સુધી ધરપકડ ન કરવા માટેનો આદેશ કર્યો છે. તો હવે રાજસ્થાન પોલીસ 2 માર્ચે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?: ઓગસ્ટ 2020માં ભાજપના નેતા ગજેન્દ્રસિંહ પરમાર પીડિતા અને તેની માતા જૈસલમેર જઈ રહ્યા હતા. તે વખતે આબૂ રોડ પર આવતા પીડિતાનાં માતાની તબિયત ખરાબ થતા ગાડી ઊભી રાખવામાં આવી હતી. તે દરમિયાન ગજેન્દ્રસિંહ પરમારે મહિલાની સગીર પૂત્રીને આઇસ્ક્રીમ ખવડાવવાના બહાને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તે સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ જેસલમેર જવાની બદલે તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા હતા. ત્યારબાદ મહિલાએ આરોપી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે શારીરિક શોષણના આક્ષેપને લઈને ગુનો નોંધાવતા કેસ ચાલતો હતો.

સાબરકાંઠા બેન્કના ચેરમેન પણ ફસાયાઃ જોકે મહિલાએ એવું પણ કહ્યું હતું કે, તેને આ કેસને લઈને સતત ધમકી મળતી હતી. તેના કારણે તેને માર્ચ 2022માં સતત ધમકીઓના કારણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહત્વનું છે કે, આ છે તેની ઘટનામાં સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો

અત્રે ઉલ્લેખનીય છે કે, ફરી એક વાર ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે. જોકે રાજસ્થાન પોલીસ દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવશે ત્યારબાદ હાઇકોર્ટ શું પગલાં લેશે તે જોવું રહ્યુ .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.