ETV Bharat / state

અમદાવાદ: સ્કૂલની મહિલા કલાર્કે પ્રિન્સિપાલની ખોટી સહી કરી 3.21 કરોડની છેતરપિંડી કરી

અમદાવાદના મેમનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલના મહિલા કલાર્કે અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી 3.21 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. મનીષા નામની મહિલાએ પતિ સાથે મળીને ઉચાપત કરી હતી. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા યુનિવર્સિટી પોલીસે મહિલા ક્લાર્ક અને તેના પતિ તથા અન્ય એકની ધરપકડ કરી છે.

પૈસાની ઉચાપત
પૈસાની ઉચાપત
author img

By

Published : Feb 2, 2021, 5:30 PM IST

  • શાળામાં ખોટી સહી કરી કરોડોની ઉચાપત
  • કલાર્કે કરી રૂપિયા 3.21 કરોડની ઉચાપત
  • પોલીસે 2 આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : મેમનગરમાં સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલે ફરિયાદ નોંધાવી છે કે , સ્કૂલમાં 21 વર્ષથી મનીષા વસાવા નામની મહિલા કામ કરી રહી હતી. જે 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. વર્ષના અંતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવીને ઓડિટ કરતા હોવાથી પ્રિન્સીપાલએ તમામ ચેકબુક, પાસબુક અને હિસાબો મનીષા બહેનને લાવવા જણાવ્યું હતું. વારંવાર જણાવવા છતાંય મનીષાએ હિસાબો આપ્યા ન હતા અને મંજૂરી વગર જ તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેથી શાળાના અન્ય ક્લાર્કને હિસાબો આપવામાં આવ્યા હતા.એક તરફ મનીષાની ગેરહાજરી અને બીજીતરફ તેઓની વર્તણુક પરથી ગેરરીતિ થઈ હોવાની સંચાલકોને શંકા ગઈ હતી.

કેવી રીતે કરી ઉચાપત?

સ્કુલનું જે બેંકમાં એકાઉન્ટ હતું તેમાં અનેક ક્રેડિટ ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું હતું. મનીષા વસાવાએ શાળાના ડિડક્શન એકાઉન્ટમાંથી અમુક રકમ ચેકથી તથા અમુક રકમ RTGSથી ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે પ્રિન્સીપાલ ચાર્લ્સ અરુલદાસ હોવાથી તેઓને આ રકમો બાબતે પૂછતાં ચેકબુક મનીષા પાસે રહેતી હોવાનું સામે આવ્યું હતું.ચેકબુકથી પૈસા ટ્રાન્સફર થયા હોવાથી સહીઓ બાબતે ચાર્લ્સ અરુલદાસને પૂછતાં તેઓએ કોઈ સહીઓ ન કરી હોવાનું જણાવ્યું હતું. આમ ક્લાર્ક મનીષાએ 3.21 કરોડ રૂપિયાની ઉચાપત કરી જયેશ વાસવાની નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

મનીષા અને જયેશની કરાઈ ધરપકડ

સમગ્ર મામલે પોલીસે ફરિયાદ થતાં પોલીસે મનીષા અને જયેશની ધરપકડ કરી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે જયેશ મનીષા નો જ પતિ છે.હાલ બંનેની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.