અમદાવાદ ગુજરાતે વર્ષ 2022માં વધુ વિકાસ કરવાની નેમ સાથે ઝડપ (Look Back 2022 )પકડી છે. કોરોનાની સમાપ્તિ સાથે ગુજરાત ફરીથી રાબેતા મુજબ થતાં પ્રગતિના નવા શિખરો કરવા કમર કસી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ, તેમાં ઐતિહાસિક રેકોર્ડ (Gujarat top News )નોંધાયો હતો. આવો આપણે ખાટામીઠા સંભારણા (Gujarat Bye Bye 2022 )વાગોળીને વર્ષ 2022ને વિદાય (Year Ender 2022 ) આપીએ. અને નવા વર્ષ 2023માં નવો સંકલ્પ (Welcome 2023 )લઈએ.
આ પણ વાંચો Sports Year Ender 2022: આ વર્ષે રમત જગતમાં યોજાયેલી મુખ્ય રમત સ્પર્ધાઓ અને તેના વિજેતાઓ
(1) ભાજપનો 156 બેઠક જીતવાનો ઈતિહાસ રચાયો કોવિડની મહામારીમાં રૂપાણી સરકાર પાસેથી રાજીનામું લઈને ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ આખી નવી સરકાર રચાઈ અને એક વર્ષ પછી ડીસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ (Look Back 2022 )હતી. તેમાં અનેક નેગેટિવ ફેકટર છતાં વિધાનસભાની કુલ 182 બઠકોમાંથી ભાજપ 156 બેઠક જીતીને નવો ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતીઓ આમ આદમી પાર્ટીની વીજળી, શિક્ષણ અને આરોગ્યની સારવાર ફ્રીમાં આપવાની ગેરંટીથી લલચાયો નહી. અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગુજરાત આવીને 8 વચન આપ્યા હતા, તે વચનો પર પણ વિશ્વાસ ન મુક્યો. અને 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પર ફરીથી વિશ્વાસનો કળશ ઢોળ્યો છે.
આ પણ વાંચો ગુજરાતની રાજનીતિનું ફલેશબેક: કોઈનું કરિયર શરૂ કોઈનું સંપૂર્ણ
(2) કોંગ્રેસનો સફાયો થઈ ગયો ડીસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક કહી શકાય તેવી હાર થઈ હતી. માત્ર 17 બેઠકો જ મળી. વિપક્ષની ભૂમિકા ભજવવા માટે 19 બેઠક જોઈએ, પણ વિપક્ષની ભૂમિકા ભજવી શકે તેટલી બેઠક ન આવી અને કરુણ રકાસ(Look Back 2022 ) થયો હતો. કેન્દ્રિય નેતાગીરી આ વખતે પ્રચારમાં બેકફૂટ પર રહી હતી, રાહુલ ગાંધી માત્ર બે જ વખત આવ્યા, સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી પ્રચાર માટે આવ્યા નથી. પ્રજા વચ્ચે જઈને પ્રચાર કરવામાં કોંગ્રેસ સાવ ઊણી ઉતરી છે. જો કે ત્રિપાંખિયો જંગ રચાયો તેમાં કોંગ્રેસને ખાસ્સુ નુકસાન થયું છે.
(3) લઠ્ઠાકાંડે 42નો ભોગ લીધો 25 જુલાઈએ બોટાદ, ધંધૂકા અને બરવાળા ગામના કેટલાક શ્રમજીવીઓએ દારૂની પોટલી પીધી અને આ દારૂમાં મિથેનોલનું પ્રમાણ વધારે હોવાથી આ દારૂની પોટલી ઝેરી બની ગઈ હતી. બોટાદના લઠ્ઠાકાંડે 42 શ્રમજીવીનો ભોગ (Look Back 2022 )લીધો હતો. ગાંધીનગરની એફએસએલના રીપોર્ટ અનુસાર દારૂમાં 98 ટકાથી વધુ મિથાઈલ આલ્કોહલનું પ્રમાણ હતું. જે માનવ શરીર માટે ઘાતક પુરવાર થયું હતું. આ કેસમાં 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. અને અમદાવાદના પીરાણા નજીકની ફેકટરીમાંથી મિથેનોલની ચોરી કરીને ધંધૂકા સપ્લાય કરવામાં આવ્યું હતું.
(4) મોરબી ઝુલતા પુલની દુર્ઘટના 135ના મોત 30 ઓકટોબરની ગોઝારી ઘટના આજે પણ યાદ (Look Back 2022 )કરીએ તો કંપારી છૂટી જાય. 1979માં મોરબી મચ્છુ ડેમ તૂટવાની ઘટનાને યાદ અપાવી ગઈ હતી. મોરબીનો ઝુલતો પુલએ આ ઐતિહાસિક ધરોહર છે. 30 ઓકટોબરની ગોઝારી સાંજે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. અને તે બ્રિજ પર 400થી વધુ લોકો હતા. ચિચિયારીઓના અવાજ વચ્ચે કોણ કોને બચાવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીના પાણીમાં બ્રિજ (Morbi Bridge Collapse) તૂટી પડ્યો હતો. જેમાં 20 બાળકો સહિત 135 લોકોના મોત થયા હતા. આખુય મોરબી નહિ ગુજરાત હિબકે ચઢયું હતું. આ ઘટનાના જવાબદારોને સામે પગલા લેવાને બદલે નાના કર્મચારીઓને દોષિત બનાવાયા છે અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી છે. મોરબી પાલિતાએ ઓરેવા ગ્રૂપ સાથે આ બ્રિજનો કોન્ટ્રેક્ટ કરલો હતો, અને 37 વર્ષ સુધી તેની જાળવણી કરવાની જવાબદારી તેમની હતી. ઓરવા ગ્રૂપ અંજતા ઘડિયાળો બનાવતી કંપની છે. જે મુખ્ય જવાબદાર છે, તેની સામે કોઈ પગલા ભરાયા નથી.
(5) એક દિવસે ગુજરાતને વંદે ભારત અને મેટ્રો ફેઝ 1 મળી 30 સપ્ટેમ્બરનો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે યાદગાર બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી અમદાવાદ સુપરફાસ્ટ વંદે ભારતમાં મુસાફરી કરીને ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. વંદેભારત ટ્રેન ગાંધીનગરથી (Gandhinagar Mumabi Metro Project) મુંબઈ વચ્ચે શરૂ કરાઈ છે. તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ફેઝ 1માં કાલુપુર સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ડ્રાઈવઈન સિનેમા સુધી આવ્યા હતા, અને મેટ્રો ફેઝ 1નું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ સપ્તાહમાં મેટ્રોનો ફેઝ-2 શરૂ કરાયો હતો.
(6) 2022 પેપર લીકેજ વર્ષ તરીકે યાદ રહેશે કોવિડ19ની મહામારી વચ્ચે બે વર્ષથી સરકારી ભરતી બંધ હતી. સ્થિતિ સામાન્ય થતાં ગૌણ સેવા પસંદગી મંડળે સાણંદ સ્થિત ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં છાપકામ માટે આપેલ હેડકલાર્કનું પેપર ત્યાંથી જ લીક થયું. અને આ ભરતીની પરીક્ષા ત્રીજી વખત (Gujarat Paper Leak Case) રદ કરવામાં આવી હતી. ઉર્જા કંપનીમાં એન્જિનિયરોની ભરતી પરીક્ષામાં ગોટાળા બહાર આવ્યા (Look Back 2022 )હતા. આમ પેપેર લીકની અનેક ઘટનાઓ બહાર આવતાં સરકારે ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી બોર્ડ અને ગુજરાત જાહેર સેવા આયોગ- જીપીએસસી સહિતના ભરતી સંસ્થાઓમાંથી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને નિયામક મંડળમાં ભાજપમાંથી નિયુક્ત થયેલા પદાધિકારીઓના રાજીનામા લઈ લીધા હતા. અને પરીક્ષા પદ્ધતિમાં આમુલ પરિવર્તન લાવવાની દિશામાં પગલા ભર્યા હતા.
(7) ધોલેરામાં સેમિ કન્ડકટર પ્લાન્ટ બનશે ગુજરાતમાં 1.54 લાખ કરોડના મુડીરોકાણ સાથે વેદાન્તા- ફોક્સકોનના સંયુક્ત સાહસ દ્વારા ભારતનો સૌથી પહેલો સેમીકન્ડક્ટર ફેબ્રીકેશન પ્લાન્ટ (Look Back 2022 )સ્થપાશે. આ બન્ને કંપનીઓના સંયુક્ત સાહસ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ થયા હતા. અમદાવાદના ધોલેરા સરમાં એક હજાર કરોડ એકર જમીન પર તેનું નિર્માણ થશે. બે વર્ષમાં ચીપનું ઉત્પાદન શરૂ થઈ જવાનો દાવો કંપનીના ચેરમેને કર્યો છે.
(8) ગુજરાતમાં નેશનલ ગેમ્સ રમાઈ 29 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદી સ્ટેડિયમમાંથી નેશનલ ગેમ્સ (Look Back 2022 )નો પ્રારંભ કરાવ્યો હતો. અને તેની અભૂતપૂર્વ સફળતા પછી હવે ગુજરાત અને અમદાવાદ 2036માં ઓલિમ્પિક યોજવા થનગની રહ્યું છે અને અમદાવાદ હોસ્ટ સિટી બનશે. 36માં નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરથી 12 ઓકટોબર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગરમાં યોજાઈ હતી. આ નેશનલ ગેમ્સમાં કુલ 35 જેટલી રમતો રમાઈ હતી. નેશનલ ગેમ્સ નવરાત્રિના ગાળામાં જ યોજાઈ હતી. જેથી તમામ ખેલાડીઓએ રાત્રે નવરાત્રિના ગરબાનો આનંદ પણ માણ્યો હતો. અને તમામ ખેલાડીઓ ગુજરાતની મહેમાનગતિથી ખુશ થઈને ગયા હતા.
(9) શક્તિપીઠ પાવાગઢ શિખરબદ્ધ થયું, અને ધ્વજારોહણ થયું પંચમહાલ જિલ્લામાં આવેલ 52 શક્તિપીઠમાં એક સુપ્રસિદ્ધ પાવાગઠ મહાકાળી માતાજીનું મંદિર શિખરબદ્ધ બન્યું (Look Back 2022 )અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ આવીને ઉદઘાટન કર્યું હતું. અને મંદિર પર સૌપહેલી ધ્વજારોહણ કર્યું. પાંચમી સદી પછી ધ્વજારોહણ થયું ન હતું. 137 કરોડના ખર્ચે આ પાવાગઢના સંકુલનું નિર્માણ થયું છે.
(10) બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નિકળ્યા કોરાનાને કારણે બે વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Look Back 2022 )નીકળી શકી ન હતી. હાઈકોર્ટના સ્ટેને કારણે માત્ર ભગવાનનો રથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત ફર્યા હતા, ત્યારે તેમાં ભક્તો જોડાયા ન હતા. પણ 2022માં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ ધામધૂમપૂર્વક નીકળી હતી. અને ભાવિક ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્ય થયા હતા. બે વર્ષથી રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગતના નાથના દર્શન કરવા ઉમટી હતી.