અમદાવાદ: અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે. તેનો વિકાસ પણ સ્માર્ટ સિટી તરીકે જ કરવામાં આવે છે. સ્માર્ટ સિટીનો વિકાસ કેવા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. તે હાલ અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિ જોતા જ જોવા મળી રહ્યો છે. પહેલાના સમયની અંદર માત્ર ચોમાસાની ઋતુની અંદર જ ભુવા પડવાની સમસ્યાઓ સામે આવતી હતી. પરંતુ હવે ગમે ત્યારે ગમે તે સમયે ભુવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અંદાજિત 40 થી વધુ અલગ અલગ વિસ્તારો પર ભુવા પડ્યા છે.
પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ: વિપક્ષ નેતા શહેઝાદખાને જણાવ્યું હતું કે," ચોમાસા પહેલા સામાન્ય વરસાદમાં જ અમદાવાદ શહેરના રોડ અને રસ્તાઓની હાલત બિસ્મ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં થી 40 પણ વધારે ભુવાઓ પડ્યા છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રીમોનસૂન એક્શન પ્લાન નિષ્ફળ થયો છે. ચોમાસાના 15 દિવસ અગાઉ ડ્રેનેજને પાણીની લાઈનો માટે જે ખાડા ખોદવામાં આવે છે તેને લેવલ કરીને ડામરનો રોડ કરવામાં આવે તેવી માંગ છે.
જલ્દી સમસ્યાનો અંત આવે: અમદાવાદ એસજી હાઇવે કર્ણાવતી ક્લબ પાસે પડેલો મોટા ભુવા થી પણ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે કે જે ત્યાંથી પસાર થતાં રાહતદારીઓએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબ પાસે આ પડેલો મોટો ભુવો છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. પરંતુ તે કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. જેને કારણે અહીંયા મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. વધારે સવારે અને સાંજે જ મોટા પ્રમાણમાં ટ્રાફિક હોવાને કારણે ભારે મુશ્કેલીની પડતી હોય છે. તેથી અમારી માંગ છે કે આપવો જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
ટેન્ડર પ્રક્રિયા: ટ્રક ભુવામાં ખાબકી થોડા દિવસ પહેલા જ મતમપુરા પાસે બે મોટા વિશાળ ભુવા પડ્યા હતા તેમાં પણ ટ્રક ફસાઈ ગઈ હતી. જ્યારે બીજા દિવસે ફતેવાડી પાસે 2200 mmની મોટી ડ્રેનેજ લાઈનમાં પણ ભંગાર સર્જાયું હતું. જેના કારણે ત્યાંથી પસાર થતી મોટી ટ્રક ભુવામાં ખાબકી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ 40થી પણ વધુ ભુવા પડ્યા છે. કોર્પોરેશન દ્વારા તે ભુવાની ફરતે બેરીગેટ લગાવીને તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા પહેલા પણ ભુવા પડવાનું કારણ તેમને જૂની વર્ષો લાઈન હોવાને કારણે ભુવા પડી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષો જૂની ડ્રેનેજ લઈને દૂર કરવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવ્યા: 50 કરોડનાં ખર્ચે ડ્રેનેજ લાઈન રિહેબ ઉલ્લેખનીય છે કે ગતરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનને રિહેબ કરવા માટે 8 ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અંદાજિત 50 કરોડના ખર્ચે જૂની 17.56 કિ.મી ડ્રેનેજ ટ્રંક લાઈનને રિહેબ કરવામાં આવશે. જ્યાં વધુ જરૂર પડશે તો ત્યાંની ટેન્ડર પ્રક્રિયા હાથધરી કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં વાળીનાથ ચોક અને ફતેવાડી જેવા વિસ્તારોમાં પણ ડ્રેનેજ લાઈનને રિહેબ માટેના ટેન્ડરો પણ કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવ્યા છે.