અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધી રસ્તો પૂર્ણ કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી નોટિસ આપવામાં આવી રહી હતી. ત્યારે હવે આગામી 16 ફેબ્રુઆરીના રોજ રોડ કપાતની કામગીરી શરૂ કરવાની હોવાને કારણે સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે. જણાવી રહ્યા છે કે આ રોડ પર ટ્રાફિક કે કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં પણ કયા કારણથી રોડ પહોળો કરવામાં આવી રહ્યો છે.
ભાજપનો ગઢ ગણાતો નારણપુરા વિસ્તાર : અમદાવાદ શહેરનો અને ભાજપનો ગઢ ગણાતો નારણપુરા વિસ્તારમાં હવે ભાજપ વિરુદ્ધ જ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો અંદાજે 2 કિલોમીટર રોડ કપાતમાં જતો હોવાને લઈને વિવાદ ઉભો થયો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં હવે આગામી 16 ફેબ્રુઆરીના રોજ રોડ કપાતની કામગીરી અમલીકરણ માટે કોર્પોરેશન અને પોલીસ બંદોબસ્ત સાથે રોડ કપાતની કામગીરી શરૂ કરવામાં આવશે. જેને લઈને સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો જમીન ગઇ છતાં ખેડૂતો બન્યા રૂપિયાવાળા, સરકારે કરી નાંખ્યું મોટું એલાન
ચૂંટણીના કારણે રોડ કપાત પહેલાં ન કરી : રાકેશ પટેલ જણાવ્યું હતું કે નારણપુરા રેલવે ક્રોસિંગથી લઈને નારણપુરા ગામ સુધી રોડ કપાતમાં જઈ રહ્યો છે. ચૂંટણી પહેલા પણ રોડ કપાતમાં લેવાની વાત સામે આવી હતી. પરંતુ તે લોકોને એવી શંકા જતા કે જો આ રોડ કપાતમાં લેશું તો આની અસર ક્યાંક ને ક્યાંક ચૂંટણી પર પણ પડશે. એને લઈને રોડ કપાત પર ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ ફરી એકવાર રોડ કપાતમાં લઈ રહ્યા છે. જેને લઇને અમે આ વિરોધ કરી રહ્યા છીએ. આ રોડ કપાતમાં જઈ રહ્યો હોવાથી ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરને પણ આ મુદ્દે વાત કરવામાં આવી છે.
ટોઇંગ ગાડી સ્થાનિકો પાસે માગવાની વાત : જણાવ્યું હતું રોડ કપાતને લઈને અમે અહીંના સ્થાનિક ધારાસભ્ય અને જાણ કરી અને ધારાસભ્ય દ્વારા એક જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા અમુક કોમ્પ્લેક્સની બહાર લોકો વાહન પાર્ક કરીને જતા હોવાથી રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. જેને લઇને રોડ કપાતમાં લઈ રહ્યા છીએ. સ્થાનિકો જણાવી રહ્યા છે કે જો તે ગાડી પાર્ક કરવાના કારણે ટ્રાફિક થતો હોય તો ગાડી ટો કરવામાં આવે પરંતુ ધારાસભ્ય એવું જણાવી રહ્યા છે કે તમે તમારી રીતે ટોઇંગ ગાડી મંગાવીને ટો કરાવો અને તેનો ખર્ચો પણ તમારે જ ભોગવવો પડશે.
આ પણ વાંચો AMC Budget 2023 : એએમસી બજેટ 2023માં શહેરની સમસ્યાઓના ઉકેલ માટે કેટલી નાણાંની થઇ ફાળવણી?
3 વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી : મિતેશ પટેલે જણાવ્યું હતું કે નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ સુધી 3 વર્ષ પહેલા નોટિસ આપવામાં આવી હતી કે બંને બાજુ 10-10 ફૂટ રોડ કપાતમાં જઈ રહ્યો છે. જેનામાં અમે લેખિતમાં અરજી આપીને વિરોધ પણ કર્યો હતો.ત્યારે સ્થાનિકો આક્ષેપ કરતાં જણાવી રહ્યું હતા કે આ માત્ર બિલ્ડરોને આર્થિક રીતે લાભ થાય તેવું કામ કરી રહ્યા છે.કોર્પોરેશન દ્વારા મૌખિક જણાવે છે કે 16 તારીખ પહેલા તમે તમારા બંગલા તોડી નાખવામાં આવે નહીં તો 16 તારીખ અને પોલીસ પ્રોટેક્શન સાથે તમારા મકાન તોડવામાં આવશે.
સ્વાતંત્ર સેનાનીનું મકાન તૂટશે? : સ્થાનિક યોગીની ભાવસારે જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક બાજુ મારા સાસુ સ્વતંત્ર સેનાની હોવાથી સન્માન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ તેમને જ હેરાન કરવામાં આવી રહ્યા છે. આ રસ્તો પર કોઈ પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી નથી. તેમ છતાં પણ રસ્તો પહોળો કરવાનું કારણ સમજાતું નથી. જો તમને વિકાસ જ કરવો હોય તો રસ્તા પહોળા કર્યા સિવાય પણ અનેક વિકાસના કામો છે જે કરવા જોઈએ.