અમદાવાદ: વિદેશોની અંદર કે પછી ગોવા જેવા પર્યટન શહેરોમાં પાણીની વચ્ચે જઈને ક્રૂઝનો આનંદ માણવા માટે લોકો પહોંચતા હોય છે. ત્યારે અમદાવાદ સાબરમતી ડેવલોપમેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ અમદાવાદમાં સાબરમતી નદીની અંદર જ એક અદ્યતન લક્ઝરીઝ અક્ષર આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
સ્વદેશી જહાંજ અમદાવાદમાંઃ સામાન્ય જનતા લોકો માટે 10 જુલાઈના રોજ આ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તો આવો જાણીએ કે આ ક્રુઝની શું છે. ખાસિયત અને કયા પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર જહાંજનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે. તમામ પાર્ટ્સ અને મશીનરી ભારતીય છે. અક્ષર ગ્રૂપના ચેરમેને પણ આ અંગે ખાસ જહાંજની વાત કરી છે.
ચેરમનની વાતઃ મનીષ શર્મા જે અક્ષર ગ્રુપ ચેરમેન છે તે કહે છે કે, આ ક્રુઝના એમઓયુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે સાઇન કરવામાં આવ્યા હતા. આખરે આ ક્રુઝ શરૂ થઈ રહ્યું છે. આ ક્રુઝ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. આ દેશનું પહેલું છે કે જે ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યું છે.
150 લોકોની ક્ષમતાઃ આ ક્રુઝમાં એક સાથે 150 જેટલા લોકો બેસી શકે છે. બર્થ ડે પાર્ટી કોઇ મીટીંગ કે નાનકડો કાર્યક્રમ પણ કરી શકાય છે. આ બે માળનું ક્રુઝ હાલમાં રોજની બે ટ્રીપ લગાવશે. આવનારા સમયમાં આનાથી પણ વધુ એક મોટું ક્રુઝ સાબરમતી રિવરફ્રન્ટમાં તરતું મુકવામાં આવશે. સાબરમતી રીવરફ્રન્ટમાં શરૂ કરવામાં આવેલી બે માળ ધરાવતી આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝમાં પોતાના પરિવાર સાથે બેસીને જમી શકાય છે.
ટિકિટ અને રેટઃ ગુજરાતી કાઠીયાવાડી પંજાબી સહિતની અલગ અલગ વાનગીઓ પણ આનંદ માણી શકો છો. આ ક્રુઝમાં પર વ્યક્તિએ લંચના 1800 રૂપિયા અને ડિનરના 2000 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં હાલ ઓનલાઈન બુકિંગ https://aksharrivercruise.com/ વેબસાઈડ પરથી કરી શકાશે.
સમય મર્યાદાઃ જેમાં લંચ માટે બપોરના 12 કલાકથી થી 1:15 અને બીજો સ્લોટ માં 1:45 થી 2:50 સુધીનો સમય રાખવામાં આવ્યો છે.જયારે ડિનર માટે રાત્રે 7:00 થી 8:30 અને બીજો સ્લોટ 9:00 થી રાત્રીના 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ભારતમાં જ બનેલું પહેલું પેસેન્જર ક્રુઝ છે. જેમાં બે એન્જિન અને બે જનરેટર લગાવવામાં આવ્યા છે.
થીમ સેટ થશેઃ 30 મીટર લંબાઈ ધરાવતું આ ક્રુઝ 150 પેસેન્જર સાથે 15 ક્રૂ મેમ્બરની કેપેસિટી ધરાવે છે. સમગ્ર ક્રુઝ એસી રેસ્ટોરન્ટ ધરાવતું આ ક્રુઝ છે. જેમાં મ્યુઝિક અને એલઈડી સિસ્ટમ, દરરોજના લાઈવ કાર્યક્રમ, 35 થી વધુ વેજીટેરિયન જૈન વાનગીઓ, પ્રોફેશનલ મેનેજમેન્ટ, વાઇફાઇ, સીસીટીવી કેમેરા, બે માળનો ક્રૂઝ જેમાં એક માળમાં ફુલ એસી અને ત્યારે ઉપરના માળ ઉપર ખુલ્લું રાખવામાં આવ્યું છે. જેનાથી સાબરમતીનો નજારો અને અટલબ્રિજનો નજારો પણ માણી શકાય છે.
ક્રુઝમાં સેફટી ફીચર્સ: મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરવામાં આવેલું આ ક્રુઝ સેફટીની બાબતોને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે જેમાં 180 લાઈફ સેફટી જેકેટ, 12 તરાપ જેની અંદર 20 લોકો બેસી શકે બેસીને તરી શકે તેવી કેપેસિટી ધરાવે છે. આ ઉપરાંત ફાયર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, ફાયર કંપની ઈનબિલ્ડ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.
સુરક્ષાના પાસાઓઃ કોઈપણ કટોકટીની સમયે ઈમરજન્સી બોટ દરેક સમયે સ્ટેન્ડ બાય રહે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈપણ સમયે ક્રુઝની અંદર પાવર ફેલ થાય તો બેટરી થી ચાલતી ઈમરજન્સી લાઈટ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ઈમરજન્સી એક્ઝિટ ડોર સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.