ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાના ભરડાથી સરકાર ચિંતિત, આરોગ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળી બેઠક - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર લોચન શહેરા

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને (Corona case In Gujarat) લીધે સરકાર ચિંતિત છે. બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાએ રફ્તાર પકડી છે, જેને લઇને રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Health Minister Rishikesh Patel) એક બેઠક (Rishikesh Patel Metting) બોલાવી હતી. જેમાં અમદાવાદ શહેરની કોરોનાની પરિસ્થિતિનું આકંલન કર્યું હતું.

Rishikesh Patel Metting: અમદાવાદમાં કોરોનાની ભરડાથી સરકાર ચિંતિત, આરોગ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળી બેઠક

author img

By

Published : Jan 8, 2022, 8:01 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં (Corona case In Gujarat) સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદ કોરોનાનું આકર્ષણ કેન્દ્ર હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને ફેલાતા અટકાવા માટે રાજ્ય સરકાર દ્વારા કર્ફયૂનો વાર કરાયો છે. કોરોનાના વધતા કેસોને પગલે આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Health Minister Rishikesh Patel) એક સમીક્ષા બેઠક (Rishikesh Patel Metting) યોજી હતી.

અમદાવાદમાં કોરોનાના ભરડાથી સરકાર ચિંતિત, આરોગ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળી બેઠક

બેઠકમાં કોરોનાના કેસને લઈને ચર્ચા કરાઇ

આ બેઠકમાં અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કોરોનાના કેસમાં કયા પ્રકારનું નિયંત્રણ લાવી શકાય તે અંગે ચર્ચા કરાય હતી. આ બેઠકમાં કોવિડ હોસ્પિટલોમાં ક્યાં પ્રકારની વ્યવસ્થા કરાઇ છે તે વિશે ચિતાર મેળવ્યો હતો.

કોરોનાના કેસોમાં વધારો થતાં સરકાર ચિંતિત

અમદાવાદમાં કોરોનાની સ્થિતિનો ચિતાર મેળ્વયા બાદ આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સારવાર માટે બેડની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તથા ઓક્સિજનની ઉપલબ્ધતા સહિત ટેસ્ટિંગ અંગેની તૈયારીઓ અને વિવિધ કોરોના સંલગ્ન મુદ્દાઓનું આંકલન કરીને કામગીરી અને આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી છે. કોરાનાની પ્રથમ અને બીજી લહેરમાં અમદાવાદ શહેર અને જિલ્લા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર પણ મેળવ્યો હતો તેના આધાર પર ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી અને પરામર્શ કરી સંભવિત ખતરાનો સામનો કરવા અંગે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના નાગરિકોને કોરોનાથી બચાવા માટેના ઉપાયો અને કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ઉભી કરી તેનું સુંદર આયોજન કરવા આરોગ્ય પ્રધાન દ્વારા આદેશ આપી દેવાયા છે.

AMC અને જિલ્લા વહીવટી તંત્ર થયું સતર્ક

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો અને અન્ય નાગરિકોના રસીકરણ અભિયાનને (Vaccination campaign India) વેગ આપી વધુમાં વધુ લોકો વેક્સિનેશનનો ડોઝ લે તેવું આયોજન કરાયું છે. રાજ્ય સરકાર પાસે કોરોનાની વેકિસનનો સંપૂર્ણમાત્રમાં જથ્થો ઉપલબ્ધ છે તેવું આરોગ્યપ્રધાનએ જણાવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં એક સાથે 25 હજારથી વધુ દર્દીઓ તેમજ ગ્રામ્ય સ્તરે 2100થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઈ શકે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થા વધારી શકાય તે માટેનું પણ આયોજન કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંલગ્ન જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું નાગરિકોને પોતાની સામાજિક જવાબદારી સમજીને અનુસરવા આરોગ્યપ્રધાન દ્વારા અનુરોધ કરાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા જર્નીસ સોફ્ટવેર કરાયું શરૂ

આરોગ્યપ્રધાન જણાવ્યું કે, કોરોનાની સારવાર માટે વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા દર્શાવતું જર્નીસ સોફ્ટવેર રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયું છે. જેમાં કોરોનાની પરિસ્થિતિઓમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર આપવામાં આ સોફ્ટવેર આશીર્વાદરૂપ સાબિત થશે તેમ તેમણે કહ્યું હતું. આ સોફટવેર હેઠળ દરેક કોવિડ હોસ્પિટલોને આવરી લેવામાં આવશે સાથે જ કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તથા દર્દીએ કઈ હોસ્પિટલમાં સારવાર લેવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે.

કોણ કોણ હતા બેઠકમાં હાજર

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અમદાવાદ શહેરના પ્રભારી સચિવ મુકેશકુમાર, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર લોચન શહેરા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોષી, સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો પીના સોની સહિત ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો:

Corona cases in Gujarat:સૌથી વધુ 2500 વિદેશ પ્રવાસીઓ ધરાવતા આણંદમાં 133 કોરોના કેસ

PM Modi on Child Vaccination: માત્ર 5 દિવસમાં 1.5 કરોડથી વધુ બાળકોને કોરોનાની રસીનો એક ડોઝ આપવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.