અમદાવાદ શહેર ઠંડી સીઝન તો જોવા મળી રહી છે. પરંતુ મચ્છરજન્ય કેસ પણ જોવા મળી રહ્યાં છે. ચાલુ માસ દરમીયાન ડેન્ગ્યુના કેસની સાથે સાથે છેલ્લાં બે માસમાં ઓરીના કેસોમાં વધારો જોવા મળી આવ્યો હતો. જેના કારણે બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોર્પોરેશન તંત્ર હરકતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં રોગચાળો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં બીજા રોગની સાથે ઓરીના કેસની સંખ્યા વધતા અમદાવાદ કોર્પોરેશનની તંત્ર હરકતમાં આવતાં નાના બાળકોને રસી (Health Department Ahmedabad) આપવાની કામગીરી હાથ ધરી છે.
ઓરીના કેસ વધારે અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિના ઓરીના 200 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરના વિસ્તારમાંથી જોવા મળી આવ્યા છે. જેવા કે દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ, બેહરામપુરા, દરિયાપુર, વેજલપુર,સરખેજ જેવા વિસ્તારમાંથી ઓરીના કેસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન જે વિસ્તારમાં ઓરીના કેસનું પ્રમાણ વધારે છે. તે વિસ્તારમાં જઈને નાના બાળકોને રસી (Vaccinate young children) આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
સેમ્પલ લઇને તપાસ શહેરમાં મચ્છરજન્ય કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાદા મેલેરિયાના 63 કેસ, ઝેરી મેલેરીયાના 23 કેસ, ડેન્ગ્યુના 361 કેસ, ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા છે. જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 63,308 જેટલા લોહીના સેમ્પલ તેમજ 2838 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પાણીજન્ય કેસોની સંખ્યામાં વધારો મચ્છરજન્ય કેસની સાથે પાણીજન્ય કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ચાલુ માસના પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 523 કેસ, કમળાના 335, ટાઈફોઈડના 426 અને કોલેરાનો એક કેસ નોંધાયો છે. જ્યારે સિઝનલ ફ્લુના કેસની સંખ્યા 15 એ પહોંચી છે. કોર્પોરેશન દ્વારા બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 1916 પાણીનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 53 સેમ્પલ ઓન ફીટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 35,373 જેટલી ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.