- JEE એડવાન્સનું પરિણામ જાહેર
- દેશમાંથી 1.41 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
- દેશની ખ્યાતનામ IIT માં પ્રવેશ માટે લેવાય છે JEE એડવાન્સ
ઇન્ડિયા ટોપ 100માં ગુજરાતના 10 જેટલા વિધાર્થીઓ
અમદાવાદઃ આઈઆઈટી સહિતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની JEE એડવાન્સ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે.જેમાં જયપુરના મૃદુલ અગ્રવાલે ઓલ ઈન્ડિયા ટોપ કર્યુ છે. તેણે 360માંથી 348 માર્કસ મેળવ્યા છે. જે પરીક્ષાના ઈતિહાસમાં સૌથી વધારે છે. આ પહેલા મૃદુલે JEE મેન્સમાં પણ ટોપ કર્યુ હતુ.
વિદ્યાર્થીઓના રેન્ક
નમન સોની 6મો રેન્ક, અનંત કિડામબી 13 મો રેન્ક, પરમ શાહ 52 લિસન કડીવારનો 57મો રેન્ક, પાર્થ પટેલનો 72 રેન્ક જ્યારે રાઘવ અજમેરા 93 મો ક્રમાંક
JEE એડવાન્સમાં દેશમાંથી 1.41 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
JEE એડવાન્સમાં દેશમાંથી 1.41 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 41862 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. આજે સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ JEE એક્ઝામમાં સમગ્ર દેશમાંથી ટોપ 100માં ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ JEEની એકઝામમાં 57મો રૅન્ક મેળવનાર લિસનના પિતા ચાની કીટલી ધરાવે છે. ત્યારે લીસન કડીવારે સમગ્ર દેશમાં 57મો રેન્ક મેળવ્યો છે.
સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશી
સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત અનંત કિડામબી 13 મો રેન્ક મળ્યો હતો. જ્યારે પાર્થ પટેલને 72 મો રેન્ક મળ્યો હતો. ત્યારે લીસને જણાવ્યું કે મારી સફળતાનો શ્રેય મારા માતા પિતાને આપીશ તેમને મારી પાછળ મેહનત કરી છે. ત્યારે તે બોમ્બે IITમાં કોમ્પ્યુટર સાયન્સમાં પોતાની કરિયર બનાવવા માંગે છે.
લોન લઈને દીકરાના ભવિષ્ય બને તે માટે ભણાવ્યો
ત્યારે તેના પિતા દીપકભાઈએ જણાવ્યું કે, મેં લોન લઈને દીકરાના ભવિષ્ય બને તે માટે ભણાવ્યો છે. ત્યારે ચા ની કીટલી માં તો માત્ર બે ટાઇમના રોટલા પણ નહતા નીકળતા. પરંતુ મારા દીકરાનું ભવિષ્ય સુધરે તે માટે લોન લઈને મેં ભણાવ્યો છે. ત્યારે મારા દિકરાએ આટલું સારું પરિણામ મેળવ્યું તે બદલ અમે બહુ જ ખુશ છીએ..
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત
આ પણ વાંચોઃ ગીરસોમનાથના ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર એક દિવસમાં કરોડપતિ કઈ રીતે બન્યો? જુઓ