અમદાવાદઃ દિવાળી એટલે પાંચ પર્વોનો તહેવાર. આ તહેવારો પૈકી ભાઈબીજ તહેવાર ભાઈઓ અને ખાસ કરીને બહેનો માટે બહુ સ્પેશિયલ હોય છે. બહેનો આમંત્રણ આપીને ભાઈને ઘરે જમવા બોલાવે છે. જો કે રસોઈની તૈયારીઓમાં બહેનો ભાઈ સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી શક્તી નથી. તેથી આ જમાનાની બહેનોએ આ સમસ્યાનું નિરાકરણ શોધી લીધું છે. હવે બહેનો ભાઈઓને હોટલ્સ અને રેસ્ટોરાઝમાં જમવાનું આમંત્રણ આપે છે. આ ટ્રેન્ડને લીધે અમદાવાદની તમામ હોટલ્સ અને રેસ્ટોરા હાઉસફુલ જોવા મળી રહ્યા છે. અમદાવાદના પોશ વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, ઈસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, સિંધુ ભવન રોડ પર અનેક ફેમસ રેસ્ટોરામાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.
ક્વાલિટી ટાઈમનો બેસ્ટ ઓપ્શનઃ ભાઈ બીજના પર્વે બહેનો પોતાના ભાઈઓને ઘરે જમવા ખાસ નિમંત્રણ આપે છે. ભાઈઓ પણ આ દિવસે બહેનના આમંત્રણને માન આપીને બહેનના ઘરે જાય છે. જો કે બહેનો ભાઈને મનપસંદ વાનગીઓ આ દિવસે ખાસ તૈયાર કરે છે. જો કે આ વિવિધ વાનગી બનાવવામાં બહેનોનો ખૂબ સમય વેડફાય છે, બહેનોને મોટાભાગનો સમય કિચનમાં રહેવું પડે છે. તેથી ભાઈ સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકાતો નથી. આજના જમાનાની બહેનોએ આ સમસ્યાનું નિરાકરણ શોધી લીધું છે. હવે બહેનો ભાઈઓને રેસ્ટોરા અને હોટલ્સમાં જમવાનું આમંત્રણ આપે છે. જેથી રસોઈ બનાવવામાંથી મુક્તિ મળે છે અને ભાવતા ભોજનનો આસ્વાદ પણ માણી શકાય છે. ભોજન દરમિયાન ભાઈ સાથે ક્વાલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકાય છે. આ ટ્રેન્ડ એટલો બધો લોકપ્રિય છે કે ભાઈબીજના પર્વે અમદાવાદની તમામ હોટલ્સ અને રેસ્ટોરા હાઉસફુલ થઈ ગયા છે. ઘણી હોટલોમાં 1થી 2 કલાકનું વેઈટિંગ પણ જોવા મળ્યું છે.
આજે ભાઈ બીજના પર્વે મેં મારા ભાઈને પરિવાર સાથે હોટલમાં જમવા માટે આમંત્રણ આપ્યું છે. જેથી હું મારા ભાઈ સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી શકું...દક્ષા શાહ(સ્થાનિક, અમદાવાદ)
પહેલાના સમયમાં બહેનો ભાઈઓને ભાઈ બીજ પર્વે જમવા માટે ખાસ આમંત્રણ આપતી હતી. મારે મારી બહેન માટે ગાઈને કહેવું છે કે, "કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીંપળી..." જયેશ શાહ(સ્થાનિક, સુરેન્દ્રનગર)
હું હંમેશા મારી હોટલમાં જ જમું છું, જેથી ગ્રાહકોને વિશ્વાસ આવે કે અહીંયા કેવું જમવાનું મળે છે. અમે ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક જમવાનું આપીએ છીએ. કોવિડ પછીની આ દિવાળીમાં ગ્રાહકો ખૂબ ઉત્સાહથી હોટલમાં જમી રહ્યા છે... અરવિંદ ઠક્કર(ઓનર, અતિથિ હોટલ, અમદાવાદ)