અમદાવાદઃ ડોક્ટર અને નર્સ કોરોના સામે જંગ લડી રહ્યાં છે. ગઈકાલે પણ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આ જ માગો સાથે હડતાળ પર ઉતર્યો હતો અને આજે મંગળવારે એસવીપી હોસ્પિટલમાં હડતાળનો વારો આવ્યો છે. આપણે ડોક્ટર-નર્સો સહિતના સ્ટાફને કોરોના વોરિયર્સ ગણીએ છીએ. પણ આ યોદ્ધાઓ પાસે સુરક્ષાના જ સાધનો નથી તો તે યુદ્ધ કેવી રીતે જીતશે. જો તેઓ ચેપમુક્ત રહેશે તો જ યુદ્ધ જીતી શકાશે. ગુજરાતમાં અછત ન સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકાર અને આરોગ્ય તંત્ર ઉપર છે.
SVPના રેસિડેન્ટ્સ ડોક્ટરોના ધરણા, અધિકારીઓની સમજાવટ બાદ કામ પર પરત ફર્યા
અમદાવાદમાં કોરોનાના કેસોમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે. તેની અસર હવે આરોગ્ય સેવાઓમાં પણ જોવા મળી રહી છે. અગાઉ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ પીપીઈ કિટ, N95 માસ્ક સહિતનાં સુરક્ષાના સાધનોની માગ કરતા હડતાળ પર ઉતર્યા હતા. તો આજે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરોનો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. પીપીઈ કીટ સહિત સુરક્ષાના સાધનો ન આપતાં હોવાના રોષ સાથે સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો.
SVPના રેસિડેન્ટ્સ ડોક્ટરોના ધરણા, અધિકારીઓની સમજાવટ કામ પર પરત ફર્યા