ETV Bharat / state

આચાર્ય બનેલા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ ન મળતા મુખ્યપ્રધાનને પત્ર લખીને રજુઆત - સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષકમાંથી આચાર્ય

HMATની પરીક્ષા (HMAT exam )પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. HMAT પાસ કરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા શિક્ષકોને (From teacher to principal)એક રૂપિયાની ફાયદો પગારમાં થતો નથી. ગુજરાત આચાર્ય સંઘ (Gujarat Acharya Sangh )દ્વારા આ મામલે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આચાર્ય બનેલા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ ન મળતા મુખ્યપ્રધાનને પત્ર લખીને રજુઆત

author img

By

Published : Feb 14, 2022, 10:57 PM IST

અમદાવાદઃ કોઈ પણ શાળામાં શિક્ષકમાંથી આચાર્ય બનવું હોય (From teacher to principal)તો એ કોને ન ગમે. પણ હાલમાં શિક્ષકમાંથી આચાર્ય બનવાના કિસ્સામાં પણ ઊંધો પ્રવાહ જોવા મળી રહી છે. હેડ માસ્તર બનવું જાણે માથાનો દુખાવો બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનું મૂળ કારણ છે પગાર. HMAT ની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત આચાર્ય સંઘ (Gujarat Acharya Sangh )દ્વારા આ મામલે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને લેખિતમાં (Education Minister Jitu Waghani)રજુઆત કરવામાં આવી છે.

લેખિતમાં રજુઆત

ગુજરાત આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ પ્રધાનને પત્ર

HMAT ની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 1600 આચાર્યમાંથી 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા ગુજરાત આચાર્ય સંઘ દ્વારા શિક્ષણપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં શિક્ષક આચાર્ય બને ત્યારબાદ પગાર ધોરણમાં કોઈ લાભ ના મળતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષક જો આચાર્ય બને તો ઉચ્ચતર પગારના ધોરણની શરતો મુજબ કોઈ લાભ ના મળતો હોવાથી આચાર્ય સંઘમાં નારાજગી જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોઈ શિક્ષકને શિક્ષક તરીકે જે પગાર મળતો હોય તો આચાર્ય બન્યા બાદ તે પગાર 25થી 30હજાર જેટલો ઓછો મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ આણંદમાં જિલ્લા આચાર્ય સંઘની કારોબારી બેઠકમાં છ હોદ્દેદારોની નિમણૂક કરાઈ

શિક્ષકમાંથી આચાર્ય બનેલા શિક્ષકોને એક રૂપિયાની ફાયદો પગારમાં થતો નથી

આ અંગે આચાર્ય સંઘના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે HMAT પાસ કરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા શિક્ષકોને એક રૂપિયાની ફાયદો પગારમાં થતો નથી. 5-1-65 ના નિયમ પ્રમાણે શિક્ષકમાંથી આચાર્ય બને તેને 1 ઇજાફાનો લાભ મળતો હતો જે મળતો નથી. આચાર્ય બન્યા બાદ શાળામાં જવાબદારી વધતી હોવા છતાં શિક્ષક કરતા ઓછો પગાર મળતો હોવાથી કોઈ શિક્ષક આચાર્ય બનવા તૈયાર નથી તેવી સ્થિતિ ઉદભવી છે. શિક્ષક આચાર્ય બને તો જૂની પદ્ધતિ મુજબ એક ઇજાફાનો લાભ આપવા આચાર્ય સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે. કોઈપણ સંવર્ગ માંથી શિક્ષકમાંથી આચાર્ય બને તો એક ઇજાફનો લાભ આપવા માંગ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Offline education in Gujarat : મહેસાણાની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં ધીમે ધીમે વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.