બોલિવૂડમાં એવું કોઈપણ વ્યક્તિ નહીં હોય કે જેમણે તરુણ તાહેલીયાની લેબલના કપડા પહેર્યા ન હોય. એશ્વર્યા રાયથી લઇને ક્રિતી સેનન, પ્રીતિ ઝિન્ટા, અનુષ્કા શર્મા શાહરૂખખાનથી લઈને વરુણ ધવન સુધી બધા જ અત્યારના તે પસંદગીના ડિઝાઇનર છે.
તરુણ આજે ખાસ અમદાવાદમાં પોતાનું ફેસ્ટિવ અને બ્રાઇડલ કલેક્શન શો કેસ કરવા આવ્યા હતાં. જેમાં તેઓએ આજકાલની ગ્રાઈડ કેવા ચોલી અને પાનેતર વધારે પસંદ કરે છે. તેમજ કેવા કલરના કપડા તેમની પસંદ છે અને કેવા કપડાં પહેરવા જોઈએ તેના અંગે ટિપ્સ આપી હતી. જેમાં તેમણે 250 જેટલા પીસીસ શૉકેસ કર્યા હતા.